Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ

શું સુરતમાં આમ આદમી પાર્ટીનો પ્રભાવ હોવાના ડરે વધુ બદલાવ નથી કરાયો

 સંકેત પંડ્યા – એડિટર

દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને સુરતમાં આમ આદમી પાર્ટીનો દબદબો વધુ છે. કેમ કે, કોર્પોરેશનના રીઝલ્ટ આપ તરફી આવ્યા હોવાથી વિપક્ષમાં બેસવાનો મોકો મળ્યો છે ત્યારે પ્રથમ વખત સુરતમાં બીજેપી માટે આપ પડકાર રુપ કોંગ્રેસ કરતા વધુ બની શકે છે. વિધાનસભાની ચૂંટણીમાં જેના કારણે સુરત શહેરમાં માત્ર 3 બેઠકો બદલાઈ છે. ખાસ કરીને વરાછા, કતારગામ, કારંજ, કામરેજની બાકીની બેઠકો જીતવાની જવાબદારી ઉમેદવારોને સોંપવામાં આવી છે અને આ બેઠક પર કોઈ ચહેરો બદલાયો નથી.

ગુજરાતમાં ઉમેદવારોની અંતિમ યાદી જાહેર કરનાર ભાજપે 360 ડિગ્રી પર પસંદગી ઉતારી છે. આ વખતે ભાજપ 140ને પાર કરવામાં કોઈ કસર છોડવા માંગતી નથી અને વિરોધી પરિબળોને કોઈ તક આપવા માંગતી નથી જે તેનાથી સ્પષ્ટ છે કે ફક્ત પરિણામો પર જ આપનું લક્ષ્યાંક છે.

 જો કે, 8 તારીખે જ એ ચિત્ર સ્પષ્ટ થશે પરંતુ આપ પાર્ટીમાંથી ઈટાલિયા સહીતના નેતાઓ ઉતર્યા છે. આ ઉપરાંત પાટીદાર પાસ કન્વીનર અને તાજેતમાં જ સુરતમાં જોડાયેલા અલ્પેશ કથિયિરીયા પણ આપમાં જોડાતા તેમને પણ ત્યાંથી જ ટિકિટ આપવામાં આવી છે જેથી આપ પાર્ટીના આ નેતાઓ ટક્કર આપી શકે છે. સુરત પરથી વધુ આપને જીતવાની આશા છે માટે દિગ્ગજોને પણ ત્યાં ઉતારવામાં આવ્યા છે જો કે, બીજી તરફ બીજેપીએ વઘુ નવાને ચાન્સ નથી આપ્યો જૂના જોગીઓ પર જીતના હેતુથી ભરોસો મુક્યો છે.  

એકંદરે એવું કહી શકાય કે ભાજપ દ્વારા જાહેર કરાયેલા 160 ઉમેદવારોમાંથી પક્ષ 100થી વધુ ઉમેદવારો અને જે બેઠકો પર 2017માં 1,000 થી 2,000નો તફાવત હતો તે વિકાસના કામોથી લઈને પ્રચાર સુધી તમામ બાબતોમાં 100 થી વધુ ઉમેદવારો જીતવાનો નિર્ધાર વ્યક્ત કરી શકાય છે.  

બીજેપીની ઉમેદવારો 

સુરત પૂર્વ – અરવિંદ રાણા
સુરત ઉત્તર – કાંતિભાઈ બલ્લર
સુરત વરાછા – કિશોર કાનાણી
સુરત પશ્ચિમ – પૂર્ણેશ મોદી
કતારગામ – વિનોદભાઈ મોરડીયા 
ઉધના – મનુ પટેલ
કારંજ – પ્રવીણ ખોગારી

Share

Related posts

રાષ્ટ્રીય સ્વયસેવક સંઘ દાહોદ જિલ્લા દ્વારા વજ્ર શકિત સગમ અને પથ સંચલનનું આયોજન કરવામાં આવ્યું.

gujaratjanekta

કપાસ પાકના આગોતરા વાવેતર માટે ખેડૂતોએ ધ્યાનમાં રાખવાની બાબતો – જાણો વધુ

gujaratjanekta

ઝાલોદ એસ.ટી બસ સ્ટેશન ખાતે હર ઘર તિરંગા અંતર્ગત કાર્યક્રમ યોજાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial