Gujarat Jan Ekta
તાજા સમાચાર
ધંધાકીય જાહેરાત

ખુશખબર / ઘર ખરીદવાનું સપનું થશે પૂરુ, આ સરકારી બેંકે હોમ લોનના વ્યાજદરમાં કર્યો ઘટાડો

 સંકેત પંડ્યા – એડિટર

BOI Home Loan Process: જો તમે ઘર ખરીદવાનું સપનું જોતા હોવ તો આ સમાચાર તમારા માટે છે. બેંક ઓફ ઈન્ડિયાએ હોમ લોન પરના વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. બેંક ઓફ ઈન્ડિયા તરફથી સ્ટાર હોમ લોન વાર્ષિક 8.30 ટકાના દરે મેળવી શકાય છે. તેની સૌથી સસ્તી EMI 7.755 લાખ રૂપિયાથી શરૂ થાય છે.

ગ્રાહકો અન્ય બેંકો અથવા નાણાકીય સંસ્થાઓમાં ચાલતી તેમની હોમ લોન પણ બેંક ઓફ ઈન્ડિયામાં ટ્રાન્સફર કરી શકે છે. બેંકે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, હોમ લોન અરજદારને ઓવરડ્રાફ્ટની સુવિધા મળશે, જ્યારે લોકો ત્રણ ફાયદા જેમ કે ઓછા વ્યાજ દરનું વચન, સરળ લિક્વિડિટી અને ટેક્સ મુક્તિનો લાભ લઈ શકે છે. આ ઓફરનો લાભ ઘર બનાવવા, પ્લોટ ખરીદવા, નવો કે જૂનો ફ્લેટ ખરીદવા, રિનોવેશન કે રિપેરિંગ માટે લઈ શકાય છે. બેંક ઓફ ઈન્ડિયા સ્ટાર હોમ લોનમાં લોનની ચુકવણી માટે 30 વર્ષનો સમય મળે છે. 

મળે છે આ લાભો

તેના હેઠળ લોનના પીરિયડમાં અલગ-અલગ સમયગાળામાં EMI ચૂકવવાના ઘણા વિકલ્પો છે, જેથી ગ્રાહક પર વધુ પડતું દબાણ ન આવે. તેના માટે કોઈ પૂર્વ ચુકવણી અથવા આંશિક ચુકવણી ફી વસૂલવામાં આવતી નથી અને ધિરાણકર્તાને ચૂકવવામાં આવતા વ્યાજ અને હપ્તાઓ પર પણ કર મુક્તિ આપવામાં આવે છે. ગ્રાહકો પર કોઈ વધારે બોજો ન પડે અને તેમને ઓછા વ્યાજની રકમ ચૂકવવી પડે, તેથી વ્યાજની ગણતરી દરરોજ કરવામાં આવે છે. એટલું જ નહીં બેંક ઓફ ઈન્ડિયા ફર્નિચર લોન અને ટોપ અપની પણ સુવિધા આપે છે. આ ઓફર બેંક ઓફ ઈન્ડિયાની તમામ બ્રાન્ચમાં ઉપલબ્ધ છે અને એપ્રૂવલ પ્રોસેસ પણ ખૂબ જ સરળ છે.

બેંક ઓફ મહારાષ્ટ્રે લોન દરમાં વધારો કર્યો

બીજી તરફ બેન્ક ઓફ મહારાષ્ટ્ર (BOM) એ પસંદગીની મુદતની લોન માટે વ્યાજ દર (MCLR) વધાર્યો છે. બેંકે બુધવારે જણાવ્યું કે એક વર્ષની મુદત MCLR 7.80 ટકાથી વધારીને 7.90 ટકા કરવામાં આવી છે. ઓટો, પર્સનલ અને હોમ લોન જેવી ગ્રાહક લોન પર સમાન વ્યાજ વસૂલવામાં આવે છે. બેંકના જણાવ્યા મુજબ સંશોધિત MCLR 7 નવેમ્બર, 2022થી લાગુ થઈ ગયો છે. તે જ સમયે એક મહિનાની મુદતવાળી MCLR ને 0.05 પોઇન્ટ વધારીને 7.50 ટકા કરવામાં આવી છે. આ સિવાય એક દિવસ, ત્રણ અને છ મહિનાની મુદતવાળી લોનના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

Share

Related posts

માર્કેટ્સ રેગ્યુલેટર સેબી, મ્યુચ્યુઅલ ફંડ્સ દ્વારા લેવામાં આવતી ફી અને ખર્ચનો કરી રહી છે અભ્યાસ

Admin

નોંધપાત્ર કામગીરી: 108માં જોડિયા બાળકોની સફળ ડીલીવરી થઈ, 108 સેવા ફરી એકવાર જીવનરક્ષક સાબિત થઈ

Admin

ખુશખબર / વડાપ્રધાન મોદીએ ખેડૂતોને આપી મોટી ભેટ, ખાતરને લઈ સરકારે કરી મોટી જાહેરાત

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial