Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ

દાહોદ જિલ્લા ચૂંટણી અધિકારીની પરવાનગી વિના વાહનોનો ચૂંટણી પ્રચારમાં ઉપયોગ કરી શકાશે નહી

 સંકેત પંડ્યા – એડિટર
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીના સંદર્ભે દાહોદનાં અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી એ.બી. પાંડોરે જિલ્લામાં કલમ ૧૪૪ મુજબ આદેશ કર્યા છે. ચૂંટણી અધિકારી પાસે પરમીટ મેળવ્યા સિવાય અને વાહન રજીસ્ટર કરાવ્યા સિવાય કોઇ પણ વાહનોનો ઉપયોગ ચૂંટણી પ્રચાર માટે કે ચૂંટણીના કામે કરી શકાશે નહી.
તદ્દનુસાર કોઇ પણ વ્યક્તિ, સંસ્થા, ચૂંટણીનો ઉમેદવાર અથવા તો તેઓની સહમતીથી કોઇ પણ વ્યક્તિ દ્વારા કોઇ પણ ઉમેદવારનાં ચૂંટણીના કામે વાહનોનો સબંધિત વિધાનસભા મતદાર વિભાગમાં કે સમગ્ર દાહોદ જિલ્લામાં ઉપયોગ કરવામાં આવે તેવા તમામ વાહનો સબંધિત ચૂંટણી અધિકારીશ્રી અથવા મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીઓ પાસે રજીસ્ટર કરાવવાના રહેશે અને રજીસ્ટર કરાવેલ વાહનની પરમીટ તેઓની પાસેથી મેળવી તે વાહનોની વિન્ડ સ્ક્રિન ઉપર અથવા નાના વાહનમાં પણ સહેલાઇથી દેખાઇ આવે તે રીતે ચોંટાડવાની રહેશે. 
આ પરમીટમાં વાહન વિધાનસભા મતદાર વિભાગના કયા વિસ્તારમાં ઉપયોગમાં લેવા માટે નોંધણી કરાવવામાં આવી છે તેની સપષ્ટ વિગતો દર્શાવવાની રહેશે. ચૂંટણી અધિકારી પાસે પરમીટ મેળવ્યા સિવાય અને વાહન રજીસ્ટર કરાવ્યા સિવાય કોઇ પણ વાહનોનો ઉપયોગ ચૂંટણી પ્રચાર માટે કે ચૂંટણીના કામે કરી શકાશે નહી. આ જાહેરનામું દાહોદ જિલ્લામાં આગામી તા. ૧૦-૧૨-૨૦૨૨ સુધી અમલમાં રહેશે. 
Share

Related posts

સર્વોદય એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત પંચશીલ આર્ટ્સ ઍન્ડ સાયન્સ કૉલેજ ગોધરાના NSS વિભાગની વાર્ષિક શિબિર યોજાઇ

gujaratjanekta

સુખસર તાલુકાના મોટાબોરીદાના 27 વર્ષીય યુવાને અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવતા સારવાર દરમિયાન મોત

gujaratjanekta

ઝાલોદ તાલુકા રામપુરા ગામે તાલુકા પંચાયત ના પૂર્વ પ્રમુખ અનિતાબેન મછારની રજૂઆત ને ધ્યાને લઈ P MJ Y યોજના કાર્ડ કાઢી આપવામાં આવ્યા.

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial