Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ

એક બાજુ ચૂંટણીનો જોશ અને બીજી બાજુ મહુવામાં કોંગ્રેસના ઉમેદવારના કાર્યાલયનાં ઉદ્ધાટન વખતે મોટો બખેડો થયો

 સંકેત પંડ્યા – એડિટર
વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં જ આપ તેમજ કૉંગ્રેસ દ્વારા પણ પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં સુરત જિલ્લાની ચાર બેઠકોમાં બારડોલી બેઠક પર કોંગી કાર્યકરોએ ઉમેદવારોનો વિરોધ નોંધાવ્યો છે. તો મંગળવારના રોજ 170 મહુવા વિધાન સભાના મધ્યસ્થ કાર્યાલયના ઉધઘાટન પ્રસંગે કોંગ્રેસના ઓલ ઇન્ડીયા કોંગ્રેસ સમિતિના મંત્રી બી.એમ. સંદીપ પર કોંગ્રેસી આગેવાનોએ હુમલો કરવાની કોશિશ કરતા બી.એમ.સંદીપે સભા છોડી પાછલા બારણેથી ભાગવું પડ્યું હતું. ત્યારે કોંગ્રેસ પક્ષનો આંતરિક જૂથવાદ મહુવા બેઠક પર પણ સામે આવ્યો છે. ઘટના અંગે સ્થાનિક કોંગ્રેસી આગેવાન પાસે મળતી માહિતી મુજબ ટીકીટ વહેંચણી બાબતે 10 એક દિવસ અગાઉ મહુવા કોંગ્રેસનું ડેલીગેશન બી.એમ.સંદીપ જે હાલ દક્ષિણ ગુજરાતની 40 બેઠકો પર પ્રભારીની જવાબદારી નીભાવી રહ્યા છે એમને મળી રજુઆત કરવા ગયા હતા. ત્યારે બી.એમ સંદીપે કોંગ્રેસી આગેવાનોને અપમાનિત કરી ગેટ આઉટ કહ્યું હતું. સાથેજ તાલુકા સંગઠન પ્રમુખને એક્સ પ્રમુખ બનાવી દઈશ એવી ધમકી ઉચ્ચારી હતી. જે વાતની દાઝ રાખી આજે કાર્યાલયના ઉધઘાટન સમયે આવેલા બી.એમ.સંદીપને સ્થાનિક નેતાઓને અપમાનિત કરી અહીં કેમ આવ્યા છે.એવું જણાવી ઉગ્ર સ્વરૂપ ધારણ કરી તેમની ઉપર હુમલો કરવાની કોશિશ કરી હતી. જોકે પરિસ્થિતિ પામી ગયેલા નેતાજીએ પાછલા બારણે થી સભા પૂર્ણ કરવા પહેલા જ ભાગવું પડ્યું હતું ત્યારે કોંગ્રેસની બારડોલી બાદ મહુવા બેઠક પર પણ કાર્યકરોનો જૂથવાદ સામે આવ્યો છે.
Share

Related posts

દાહોદમા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દાહોદ, સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના અંતર્ગત તાલીમ આપી સ્વચ્છતાનો સંદેશ અપાયો

gujaratjanekta

સૂખસર પોલીસની સરાહનીય કામગીરી

gujaratjanekta

ઝાલોદ વોર્ડ ન 2 કાઉન્સિલર દ્વારા નગરપાલિકાની મંજુરી વગર જાહેર રસ્તો તોડી પડ્યો.

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial