Gujarat Jan Ekta
તાજા સમાચાર
Other

ઝાલોદ પોલિસ દ્વારા ધાવડીયા ચેક પોસ્ટ પર રાહદારીઓને હાલાકી ન પડે તે માટે ખાડા પુરવામા આવ્યાજવાબદાર રોડ અધિકારીઓની બે દરકારી સામે ઝાલોદ પોલિસ સહાયક ભૂમિકામા

પંકજ પંડિત

ઝાલોદ તાલુકાના ધાવડીયા ચેક પોસ્ટ ખાતે મસ મોટા ખાડા પડી ગયેલ છે જેથી આવતા જતા વાહન ચાલકોને ભારી હાલાકીઓ વેઠવી પડે છે અનેક વાર આ મોટા ખાડાઓને લઈ વાહનચાલકોને અકસ્માતનો સામનો કરવો પડેલ છે. ઝાલોદ તાલુકામા આવેલ ધાવડીયા ચેક પોસ્ટ એ રાજસ્થાન અને ગુજરાતને જોડતો મુખ્ય રસ્તો છે. આ રસ્તા ઓ પર નીકળતા ખાડાઓનુ સામ્રાજ્ય હોય તેમ લાગે છે. સરકારના કહેવાતા મોટા હાઇવે ઓથોરીટીના અધિકારીઓ રોડની સમીક્ષા કરવા કોઈ દિવસ આવતા ન હોય તેવું લાગે છે.ઝાલોદ પોલિસ દ્વારા માનવતા દાખવતા તેમજ અકસ્માતને અટકાવવા માટે દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાના આદેશથી તેમજ ઝાલોદ ડિવિઝનના ડી.વાય.એસ.પી ડી.આર.પટેલના માર્ગદર્શન હેઠળ પી.આઈ રવિ ગામીતના નિર્દેશ મુજબ ઝાલોદ પી.એસ.આઈ આર.વી. રાઠોડ દ્વારા પોલિસ સ્ટાફને સાથે રાખી આજરોજ ધાવડીયા ચેક પોસ્ટ પર જાતે ખાડા ભરવાનું અભિયાન હાથ ધરેલ હતું. એક બાજુ હાઇવે ઓથોરીટી આવી કામગીરી માટે નિષ્ફળ જોવા મળે છે તો બીજી બાજુ ઝાલોદ પોલીસનુ રાહદારીઓની સુરક્ષા માટેનુ સાવધાની જાળવવા ઉત્તમ પગલું જોવા મળે છે.

Share

Related posts

ઝાલોદ નગરપાલિકાની સરાહનીય કામગીરી રખડતા પશુઓને પાંજરાપોળ મોકલવામાં આવ્યા

gujaratjanekta

દાહોદ જિલ્લા ના મામલતદાર કચેરી ખાતે નેશનલ પ્રેસ, આજરોજએસોસિએશનના NPC ના નેજા હેઠળઆવેદનપત્ર આપવામાં આવયુ

gujaratjanekta

કરછ મઘ્યે “સાંસદ સંપર્ક સદન’નું પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલના હસ્તે ઉદઘાટન

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial