Gujarat Jan Ekta
તાજા સમાચાર
Other

અમદાવાદ દરીયાપુર વિધાનસભામાં સ્કૂલ અને યુનિવર્સિટીના સંચાલકોએ ટિકિટની માંગણી કરતા હોબાળો

 સંકેત પંડ્યા – એડિટર

સિલ્વર કોલેજના માલિક જનક ખાંડવાલા અને એચબીકે સ્કૂલના એડમિનિસ્ટ્રેટર મુક્તક કાપડિયાએ દરિયાપુર વિધાનસભા બેઠક પરથી જ ટિકિટ માંગણી કરતા ત્યાં આવેલા બીજેપી નેતા અને કાર્યકરો ગુસ્સે ભરાયા હતા.  બંને શાળા સંચાલકોએ ટિકિટની માંગણી કરતા તેમનો વિરોધ કરવામાં આવ્યો હતો.

અમદાવાદની 16 વિધાનસભા સીટોમાં માટે ગઈકાલથી સેન્સ પ્રક્રીયા હાથ ધરાઈ છે. આજે 8 વિધાનસભા સીટો પર સેન્ટની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. અમદાવાદ પૂર્વ વિસ્તારમાં દરિયાપુર સીટ પર ચાલી રહેલી સેન્સ પ્રક્રીયા દરમિયાન હોબાળો મચી જવા પામ્યો હતો. શાહીબાગમાં મુક્તક કાપડીયા સ્કૂલ ચલાવે છે જેથી તેમણે આ વિસ્તારમાં ટિકિટની માંગણી કરી હતી.
  
 મુક્તક કાપડિયાએ કહ્યું કે મેં દરિયાપુર વિધાનસભા બેઠકની માંગણી કરી છે. જો પક્ષ ટિકિટ આપે છે અને કોઈ મને જવાબદારી આપે છે તો તે હું સંપૂર્ણ રીતે નિભાવીશ. જનક ખાંડવાલાએ પણ તેમની સાથે  સાથે ટિકિટ માટેની માંગ કરી હતી.
 
જ્યારે એચ.બી.કાપડિયા સ્કૂલના સંચાલક મુક્તક કાપડિયાએ દાવો દાખલ કર્યો ત્યારે દરિયાપુરના સ્થાનિક આગેવાનો અને કાર્યકરોએ વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે, ટિકિટની માંગ આ રીતે કરવામાં આવી રહી છે પરંતુ આ વિસ્તારની ટિકિટ  પાર્ટીના કાર્યકર અથવા સ્થાનિક નેતાને આપવામાં આવે. પાર્ટીના સભ્યો અને સ્થાનિક લોકોને ટિકિટ આપો તે પ્રકારે  માંગ કરી હોબાળો મચી ગયો હતો. કાર્યકર્તાઓએ કહ્યું કે, આ પ્રમાણે અમે જીતાડીશું. પણ જો કોઈ બહારનાને લાવવા હોય તો અમને પૂછવાની જ શુ જરુર. દરિયાપુરના સ્થાનિકો હોય અને દરિયાપુરનું હિત ઇચ્છતા હોય તેમને ટિકિટ આપવી જોઇએ. આમ આ બેઠક પર અસમંજસનો માહોલ જોવા મળી રહ્યો છે.

Share

Related posts

બાલાસિનોરમાં એસ.પી. જયદીપસિંહ જાડેજા ની ઉપસ્થિતિ માં શાંતિ સમિતિની મિટિંગ યોજાઇ

gujaratjanekta

મહીસાગર જીલ્લામાં ચુંટણી પ્રવાસે પધારી રહેલા ગુજરાતના નાથ ભુપેન્દ્ર પટેલ : રોજગારી,બાયપાસ રોડ, GIDC, નલ સે જલ યોજનામાં કરોડોનું કૌભાંડ જેવા અનેક પ્રશ્નો !!?

gujaratjanekta

“કરછી ગુર્જર લુહાર સમાજ માંડવી સંચાલિત શ્રી વિશ્વકર્મા લુહાર યુવક મંડળ દ્વારા 21મો ભવ્ય સરસ્વતી સન્માન સમારોહ યોજાયો”.

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial