Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ખાનપુર વિભાગ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ એકડા પંચનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો

સંકેત પંડ્યા – એડિટર

મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના મકરના મુવાડા ગામે શ્રી ખાનપુર વિભાગ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ એકડા પંચની વાર્ષિક સાધારણ સભા તેમજ સ્નેહમિલન કાર્યક્રમ બાબુભાઇ પાઠકની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ સાધારણ સભા અને સ્નેહમિલન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, મહિલાઓ, યુવાનો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા.

અખિલ હિન્દ ત્રિવેદી બ્રાહ્મણ પરિષદના અગ્રણી નર્મદાશંકર તરવાડી, બાલુભાઈ જોષી તેમજ મુખ્ય મહેમાન શૈલેષકુમાર ઠાકર (ઉપપ્રમુખ અખિલ હિન્દ ત્રિવેદી બ્રાહ્મણ પરિષદ) ની વિશેષ ઉપસ્થિતિમાં સ્નેહમિલન કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. સમાજની બાલિકાઓ દ્વારા મહાનુભાવોનું નૃત્‍ય ગીત સાથે સ્વાગત કરાયું. સમાજના નાનકડા ભૂદેવ દ્વારા શિવતાંડવ સ્ત્રોતની પ્રસ્તુતીએ સૌને મંત્રમુગ્ધ કર્યા. ગત વર્ષે સમાજના દેવલોક પામેલા દિવંગત આત્માઓની શાંતિ માટે મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી. ધોરણ એક થી કોલેજ સુધીના સમાજના શિક્ષણ ક્ષેત્રના અલગ અલગ ક્ષેત્રોમાં હરણફાળ મેળવેલ સમાજના વિદ્યાર્થીઓનુ સન્માન કરવામાં આવ્યું .

સમાજના મહામંત્રી જીગ્નેશ જોષી દ્વારા આખા વર્ષનું સરવૈયું ઓડિટ રિપોર્ટ તથા વર્ષ દરમ્યાન કરેલી કાર્યવાહીનો અહેવાલ રજૂ કરાયો. સમાજના પ્રમુખ દીપકભાઈ પંડ્યા દ્વારા સમાજના તથા મકરના મુવાડા ગામના બંધુઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો. ખાનપુર વિભાગ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ એકડા પંચનો ૩ વર્ષનો કાર્યકાળ પૂરો થતાં નવીન કારોબારીની રચના કરવા સમાજના દરેક ગામોમાંથી કારોબારી સભ્યોની પસંદગી કરવામાં આવી હતી.

Share

Related posts

આ તારીખે મેધરાજા ગુજરાતમાં કરશે બેટિંગ : અંબાલાલની મોટી આગાહી – જાણો વધુમાં

gujaratjanekta

આજરોજ ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડ પરીક્ષાની શરૂઆત

gujaratjanekta

ઝાલોદ તાલુકાના બંબેલા ગામના ચાર બાળકો જિલ્લા કક્ષાની શાળાકીય રમતમાં ઝળક્યા ચારે ચાર બાળકો ચક્રફેંકમા નંબર લાવ્યા

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial