Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ જાણવા જેવુ

108 દ્વારા દિવાળીમાં લોકો માટેના સૂચનો જારી કરાયા, જાણો ગત વખતે દિવાળીમાં કેટલા કેસ આવ્યા હતા સામે

સંકેત પંડ્યા – એડિટર

દર વર્ષની જેમ આ વર્ષે પણ 108 ઈમરજન્સીની સેવા દિવાળઈમાં ખડેપર રહેશે. ઈમરજન્સી સેવાઓએ દિવાળી નિમિત્તે વધારાની સાવચેતી રાખવાને લઈને સૂચના જારી કરી છે. ખાસ કરીને ફટાકડા ફોડતી વખતે કોઈ અનિચ્છનીય ઘટના ના બને તેને લઈને 108 સતત સેવા ખડેપગે રહીને દિવાળીમાં આપી રહી છે. 

108 દ્વારા લોકોને કહેવાયું છે કેસ ઈમરજન્સીમાં 108 ડાયલ કરી તમારી સમસ્યા નોંધાવતા હલ કરીશું. આ સાથે સલામતીના સૂચનો જારી કરતા સૂચવ્યું કે, દિવસમાં મુસાફરી કરતી વખતે સલામત રીતે વાહન ચલાવવું, અગાઉના વર્ષોના અમારા ડેટાના આધારે, તબીબી અને અન્ય કટોકટીની ઘટનાઓના બની છે. જેથી વાહન ચલાવવામાં સાવચેતી રાખવા તેમજ ફટાકડા ફોડતી વખતે સાવધાની રાખવા કહેવાયું છે.

અગાઉના વર્ષોને ધ્યાનમાં લેતા, દિવાળીમાં ઇમરજન્સી કેસોની સંખ્યા સામાન્ય રીતે દિવાળીના દિવસે 4138, નવા વર્ષના દિવસે 4739 અને ભાઈબીજના દિવસે 4633 હતી ત્યારે આ વખતે પણ કોલ્સ રીસીવ ઈમરજન્સી દરમિયાન કરવામાં આવી રહ્યા છે. 

ત્યારે આ વર્ષે દિવાળી લાંબી રજાના સપ્તાહના અંતે આવતી હોવાથી, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે શનિવારથી લોકોની અવરજવર શરૂ થઈ ગઈ છે અને આ સપ્તાહના છેલ્લા દિવસો સુધી ખાસ કરીને વાહન અકસ્માતો અને ફટાકડા ફૂટવાથી ક્યારેક દાઝવું સહીતના બનાવો બની રહ્યા છે. ખાસ કરીને અમદાવાદમાં છેલ્લા બે દિવસમાં ઘણા અકસ્માતના બનાવો પણ બન્યા છે. જ્યાે ઈમરજન્સીમાં 108 દ્વારા મદદ પુરી પા઼ડવામાં આવી  રહી છે. 

Share

Related posts

સામૂહિક આરોગ્ય કેન્દ્ર લીમડી ખાતે કરાઇ હાયપરટેન્શન દિવસની ઉજવણી

gujaratjanekta

ઝાલોદ નગરમાં કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો પ્રવેશ

gujaratjanekta

ઝાલોદ તાલુકાના સામાજિક આગેવાન વિક્રમ ડામોર દ્વારા સરપંચની ચૂંટણીમાં સરકારી નોકરી કરતા વ્યક્તિ દ્વારા પ્રચાર કરવાના આક્ષેપ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial