Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

અંકલેશ્વર ની ગંગા જમના સોસાયટીમાં ગેસ લીકેજ બાદ આગ ફાટી નીકળતા દોડધામ

 સંકેત પંડ્યા – એડિટર

અંકલેશ્વર-દિવાળીના દિવસે જ મોટી દુર્ઘટના બનતા અટકી,ગંગા જમના સોસાયટીની ગેસ લાઈન લીકેજ થતા આગની જ્વાળાઓ ઉઠી

અંકલેશ્વર ના ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે આવેલ ગંગા જમના સોસાયટીમાં ગત રાત્રીના સમયે ગેસ લાઇન માં અચાનક લીકેજ થતા ભારે દોડધામ મચી જવા પામી હતી,જોત જોતામાં ગેસ લાઈન માં આગની જ્વાળાઓ ભડકે બળતા આસપાસ ના લોકોમાં જીવ એક સમયે ટાળવે ચોંટી ગયા હતા, ઘટના અંગેની જાણ અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત ફાયર સ્ટેશન ની ટીમને થતા તેઓએ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળ ઉપર પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો,

ઘટનાના પગલે ગુજરાત ગેસ કંપની દ્વારા ગેસ લાઇન બંધ કરવાની નોબત આવી હતી, સાથે જ થોડા સમય માટે સોસાયટીમાં વીજ પુરવઠો પણ બંધ કરવામાં આવ્યો હતો, દિવાળી ના તહેવાર ટાળેજ અચાનક આગ લાગવાની ઘટનાના પગલે એક સમયે લોકોના ઘબ્રાત નો માહોલ પણ જોવા મળ્યો હતો,જોકે સદનસીબે સમગ્ર ઘટનામાં લોકોની સમય સુચકતા ના કારણે કોઈ પણ પ્રકારની જાનહાની થવા પામી ન હતી,જે ઘટના બાદ ઉપસ્થિત લોકોએ પણ રાહત નો શ્વાસ અનુભવ્યો હતો,

Share

Related posts

વડોદરામાં 22 હજાર કરોડના ખર્ચે સેના માટે ટ્રાન્સપોર્ટ પ્લેન પ્લાન્ટ બનાવવામાં આવશે

gujaratjanekta

વડોદરાની શ્રી અંબે વિદ્યાલયમાં ધો-૧૦ ઇંગ્લિશ મિડીયમમાં ભણતી કુ. તસ્મહી શેઠ પ્રથમ આવીને સ્કૂલ તેમજ માબાપનું નામ રોશન કર્યું

gujaratjanekta

કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય મોટી ખજૂરી ખાતે સિકલ સેલ તથા એચ.બી. ટેસ્ટિંગ કેમ્પ યોજાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial