Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ

અમદાવાદ કાપોદ્રા આરોપી : ૨ કરોડ ૮૩ લાખના છેતરપીંડીના ગુનાનો ભેદ ઉકેલાયો

 સંકેત પંડ્યા – એડિટર

રાજ્યના અમદાવાદ શહેરના કાલુપુર પોલીસ મથકમાં નોંધાયેલા ૨ કરોડ ૮૩ લાખની છેતરપીંડીના ગુનામાં સંડોવાયેલા આરોપીને સુરત શહેર કાપોદ્રા પોલીસે સુરત થી ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી../

મળતી માહિતી અનુશાર સુરતના કાપોદ્રા પોલીસ મથકનો સ્ટાફ જયારે પેટ્રોલિંગમાં હતો તે દરમ્યાન બાતમી મળી હતી કે અમદાવાદ શહેરના કાલુપુર પોલીસ મથક વિસ્તારમાં માં નોંધાયેલા કાપડના ૨ કરોડ ૮૩ લાખના છેતરપીંડીના ગુનામાં સંડોવાયેલો એક આરોપી સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં ફરી રહ્યો છે અને જ્યાં આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી શહેરના રચના સર્કલ પાસેથી આરોપી વિશાલભાઈ દામજીભાઈ ખેનીને ઝડપી પાડ્યો હતો. અને આ સમગ્ર મામલાની તપાસ અમદાવાદ આર્થિક ગુના નિવારણ શાખા કરી રહેલ હોય ત્યારે પોલીસે આરોપીનો કબજો તેઓને સોપ્યો છે. અને તેમજ આરોપી સામે પણ ભૂતકાળમાં પણ સુરત શહેર માં પુણા પોલીસ મથકમાં બે અને સાથે ડીસીબી પોલીસ મથકમાં પણ છેતરપીંડીનો એક ગુનો નોંધાયો છે. જ્યાં આ સમગ્ર હકીકતના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે 

 ૨ કરોડ ૮૩ લાખના છેતરપીંડીના ગુનાનો ભેદ ઉકેલાયો
અમદાવાદના કાલુપુર પોલીસ મથકમાં નોધાયો હતો ગુનો

Share

Related posts

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ સરકારી પોલિટેકનિક કોલેજ ખાતે મતદાન જાગૃત્તિ કાર્યક્રમ યોજાયોSVEEP અંતર્ગત દાહોદ ખાતે યુવા મતદારોને જાગૃત્ત કરવામાં આવ્યા

gujaratjanekta

ફતેપુરા ખાતેથી બિન આરોગ્યપ્રદ શંકાસ્પદ ડુપ્લીકેટ તેલનો જથ્થો ઝડપાયા ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરાઈ

gujaratjanekta

ફતેપુરા માં બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય ખાતે શિવ જયંતિ મહોત્સવ ઉજવાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial