Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News

રાષ્ટ્રપતિ અને PM મોદીએ દેશવાસીઓને દિવાળીની શુભકામનાઓ પાઠવી, કરી સુખ-સમૃદ્ધિની કામના

 સંકેત પંડ્યા – એડિટર

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને દિવાળીની શુભેચ્છા પાઠવી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ટ્વિટ કરીને કહ્યું છે કે તમામ દેશવાસીઓને દિવાળીની શુભકામનાઓ! પ્રકાશ અને આનંદના આ પવિત્ર તહેવાર પર આપણે જ્ઞાન અને ઉર્જાનો દીવો પ્રગટાવીને જરૂરિયાતમંદોના જીવનમાં ખુશીઓ લાવવાનો પ્રયાસ કરીએ. આ મહાન તહેવાર પર હું તમામ દેશવાસીઓના જીવનમાં સુખ અને સમૃદ્ધિની પ્રાર્થના કરું છું.

પીએમ મોદીએ ટ્વિટ કરીને દિવાળીની શુભકામના પાઠવી

પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું- બધાને દિવાળીની શુભકામનાઓ. દિવાળી તેજ અને પ્રકાશ સાથે જોડાયેલી છે. આ પવિત્ર તહેવાર આપણા જીવનમાં સુખ અને સમૃદ્ધિની ભાવનાને આગળ વધારશે. હું આશા રાખું છું કે પરિવાર અને મિત્રો સાથે તમે શાનદાર દિવાળી ઉજવશો.

ઉપરાષ્ટ્રપતિએ દિવાળીની શુભેચ્છાઓ પાઠવી

ઉપરાષ્ટ્રપતિએ જગદીપ ધનખરે પણ દિવાળીની હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. તેમણે ટ્વીટ કર્યું, “દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ! તેજસ્વી પ્રકાશનો આ તહેવાર આપણા જીવનમાં શાણપણ, શુભ અને સમૃદ્ધિ લાવે. ચમકતા દીવાઓની આભા આપણા દેશને આશા, સુખ, આરોગ્ય અને સંવાદિતાથી પ્રકાશિત કરે.”

રક્ષા મંત્રી રાજનાથ સિંહે આપી દિવાળીની હાર્દિક શુભકામનાઓ

રક્ષા મંત્રી રાજનાથ સિંહે દિવાળીની હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું કે, “દિવાળીના પવન પર્વની તમને બધાને હાર્દિક શુભેચ્છાઓ! આ પવિત્ર તહેવાર તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને આરોગ્ય લાવે, એ જ ભગવાનને પ્રાર્થના. હેપ્પી દીપાવલી!”

Share

Related posts

અમદાવાદથી CBI દ્વારા ઝડપાયેલો પાકિસ્તાની જાસુસ ત્યાંની ઈન્ટેલિજન્ટ એજન્સી સાથે કોડ વર્ડમાં કરતો હતો ચેટ, 11 દિવસના રીમાન્ડ

gujaratjanekta

વડોદરા શહેરની શ્રી અંબે વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા શાળાના પરિસરમાં વિજ્ઞાન મેળો યોજાયો

gujaratjanekta

પંચમહાલ સહિત રાજ્યના આરોગ્ય વિભાગમાં “નેશનલ હેલ્થ મિશન” માં વર્ષોથી કામ કરતા હજારો કર્મચારીઓ !!

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial