Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

અમદાવાદમાં એક જ મહિનામાં 80 ઢોર માલિકો સામે પોલીસે કર્યા કેસ

 સંકેત પંડ્યા – એડિટર

અમદાવાદમાં પોલીસે કડકાઈ દાખવતા ઢોર માલિકો સામે પણ ફરીયાદ કરી છે. મળતી વિગતો અનુસાર પોલીસે 80 જેટલા ઢોર માલિકો સામે આ ફરીયાદ કરી છે. હજુ પણ આ મામલે ફરીયાદ કરવામાં આવી રહી છે. 

અમદાવાદમાં રખડતા ઢોરનો ત્રાસ બેકાબુ બનતા હાઈકોર્ટે પણ લાલ આંખ કરી હતી ત્યાપે રખડતા ઢોરને પકડવાની કામગિરી તેજ કરવામાં આવતા ઢોર માલિકો પણ કામગિરીમાં અવરોધરુપ બન્યા હતા. જેથી પોલીસે પણ આ મામલે જાહેરનામું બહાર પાડીને કડકાઈ દાખવી હતી. એક જ મહિનામાં અંદાજિત 80 જેટલા કેસો ઢોર માલિકો સામે કરવામાં આવ્યા છે. આ ઉપરાંત મોટી સંખ્યામાં રખડતા ઢોરને પાંજરે પુરવામાં આવ્યા છે. 

અત્યારે અમદાવાદમાં 22 ટીમો બનાવીને સઘન કામગિરી ઢોર પકડવાની ચાલી રહી છે. ત્યારે કેટલાક સ્થળો પણ નક્કી કરવામાં આવ્યા છે. જ્યાં સૌથી વધુ રખડતા ઢોર પકડવામાં આવી રહ્યા છે. શહેર ટ્રાફિક પોલીસે શહેરના અલગ અલગ વિસ્તારોમાં પશુ માલિકો સાથે મીટીંગ કરીને પશુ માલિકો પણ પોતાના ઢોરને રઝડતા ન મૂકે તે સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. છતાં ઢોર રખડતા હશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Share

Related posts

ફતેપુરા ખાતે સ્વાતંત્ર્ય દિન નિમિતે ફતેપુરા મામલતદાર ના હસ્તે ધ્વજરોહણ કરવામાં આવ્યું

gujaratjanekta

1 ડીસેમ્બરે પીએમ મોદી પંચમહાલમાં જંગી સભાને સંબોધશે, ગત વખતે 2017માં થઈ હતી સભા

Admin

ભારત મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં પહેલીવાર જાણીતી એન્જિયોગ્રાફી સાથે પેટની મહાધમણી અને કિડનીના નસમાં સ્ટેન્ડ મૂકવાની પ્રક્રિયા સફળ – ૫૦ ની ઉપર વયના દર્દીનું જીવન બચાવાયું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial