Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ

ગોપાલ ઈટાલિયાનું પાટીદાર કાર્ડ – પાટીદાર પ્રભૂત્વ ધરાવતી બેઠક પર આપ લડાવી શકે છે ઈટાલિયાને

 સંકેત પંડ્યા – એડિટર

ગોપાલ ઈટાલિયા અત્યારે રાષ્ટ્રીય કક્ષાએ સવાલોથી ઘેરાયેલા છે. વીડિયો પીએમ અંગેની તેમજ તેમના માતા અંગેની વિવાદાસ્પદ ટીપ્પણી બાદ સામે આવતા અનેક સવાલો કરવામાં આવી રહ્યા છે. ગઈકાલે દિલ્હી ઈટાલિયા સૌરાષ્ટ્ર ઉતર્યા અને મીડિયા સાથે ઉતરીને ફરીથી પાટીદાર કાર્ડ ખેલી નિવેદનો આપ્યા હતા.  
 
 હું પાટીદાર છું માટે હેરાન કરાયે છે આવું કહી 2017માં વિધાનસભાની ચૂંટણી પહેલાના પાટીદાર અનામત આંદોલનની યાદ ફરીથી જાણે પાટીદારોને યાદ કરાવી હોય તેમ લાગી રહ્યું છે. બીજું કે તેઓ અમદાવાદની જગ્યાએ સીધા સૌરાષ્ટ્ર પહોંચ્યા હતા. સૌરાષ્ટ્રની કેટલીક સીટોમાં પાટીદારોનું પ્રભૂત્વ છે ત્યારે પાટીદાર હોવાનો તેમનો નિવેદનબાજીમાં જોવા મળેલો મુદ્દો મોટો બની શકે છે. તેઓ પાટીદાર પ્રભૂત્વ ધરાવતી સીટ પર ચૂંટણી લડી શકે છે.  

સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર ગોપાલ ઈટાલીયા અને આપના નેતા ઈસુદાન ગઢવીને ક્યાંથી ચૂંટણી લડવી તેને લઈને પણ અત્યારે સર્વે ચાલી રહ્યો છે. ગોપાલ ઈટાલિયા સૌરાષ્ટ્રમાંથી ચૂંટણી લડે તેવી શક્યતા છે. ગ્રામ્યમાંથી ચૂંટણી લડાવવામાં આવે તેવી પણ શક્યતા છે.

અત્યાર સુધી ગોપાલ ઈટાલિયાએ પાટીદારને લઈને વારંવાર કોઈ નિવેદન નથી આપ્યું પરંતુ જ્યારથી જૂનો વીડિયો વાયરલ થયો છે ત્યારથી ગોપાલ ઈટાલિયાએ પણ પાટીદાર હોવાની વાતને લઈને ચૂંટણીની તારીખોની અંતિમ ઘડીએ આ વાત વારંવાર નિવેદનમાં કહી રહ્યા છે. અત્યાર સુધીમાં ગોપાલ ઈટાલિયાએ પાટીદાર હોવાની વાતનો આ પ્રકારે ઉલ્લેખ નહોતો કર્યો. જેથી આ પણ ચૂંટણી પહેલાની રણનિતી કહી આપની હોઈ શકે છે. કેમ કે, બીજેપી દ્વારા પાટીદારો પર લગાવવામાં આવેલા કેસો પરત લેવા તેમજ શહીદ પરીવારને નોકરીની માંગ કરવામાં આવી રહી છે. આ માંગ સામે પાટીદારોની નારાજગી જોવા મળી રહી છે જેથી આમ આદમી પાર્ટી પણ આ લાભ ઉઠાવવા માંગી રહી હોય તેમ લાગી રહ્યું છે. જેથી પાટીદારો હોવાનો મુદ્દો સામે આવતા અલ્પેશ કથીરીયાની ભાજપમાં જોડાવવાની વાતોએ પણ જોર પકડ્યું છે. બીજેપીમાં જોડાતા પાટીદારોની સંવેદના પણ સાથે જોડાઈ શકે છે. 

Share

Related posts

મેરા યુવા ભારત દાહોદ દ્વારા ફતેપુરા તાલુકાના કાળિયા પ્રા. શાળા ખાતે એક પેડ મા કે નામ કાર્યક્ર્મ યોજાયો

gujaratjanekta

ધારાસભ્ય રમેશભાઈ કટારા દ્વારા તાલુકા પંચાયતના સભાખંડમાં અધિકારી કર્મચારીઓની મિટીંગ યોજાઈ

Admin

ઝાલોદ એસ.ટી બસ સ્ટેશન ખાતે હર ઘર તિરંગા અંતર્ગત કાર્યક્રમ યોજાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial