Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

સંતરામપુર તાલુકાના બટકવાડા ખાતે 10 કરોડના ખર્ચે તૈયાર થનાર 66 KV સબ સ્ટેશન માટે ભુમિ પૂજન કરાયુ

સાહિલ શેખ – પત્રકાર

સંતરામપુર તાલુકા ના બટકવાડા ખાતે આજરોજ ૧૦ કરોડના ખઁચે તૈયાર થનાર 66 કેવી સબ સ્ટેશન માટે ભુમિ પૂજન વિધી હાથ ધરવામા આવી હતી. ભુમિપૂજન વિધી ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી કુબેરભાઇ ડીડોર, પૂવઁ કેન્દ્રીય મંત્રી અને દાહોદના સાંસદ જસંવતસિહ ભાભોર ના હસ્તે કરવામા આવી હતી. કાર્યક્રમમાં આચાયઁ શિક્ષણ સંધ ના સભ્ય જય પ્રકાશભાઇ પટેલ, મહિસાગર જીલ્લા કલેકટર, જીલ્લા પંચાયતના પ્રમુખ સહિત જેટકોના અધિકારીઓ મહાનુભાવો હાજર રહયા હતા. કાર્યક્રમની શરુઆત દીપ પ્રગટાવી તકતીનુ અનાવરણ કરી કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમા ઉપસ્થિત જનમેદનીને રાજ્યના શિક્ષણ મંત્રી કુંબેરભાઇ ડીંડોરે સંબોધી જણાવ્યું હતુ કે 66 કેવી સબ સ્ટેશનથી 26 ગામના આઠ હજાર લોકો ને લાભ થશે. આ વિસ્તાર ના ખેડુત લોકોને સતત ૨૪ કલાક વિજળી મળશે. સંતરામપુર વિધાનસભામાં 66 કેવી સ્ટેશનો ખુલ્લા મુકવામા આવ્યા છે. સંતરામપુર વિધાનસભા મા 900 કરોડના વિકાસ કામો કર્યો છે માનગઢધામના વિકાસ માટે 36 કરોડ ઝુલતા પુલ માટે, 26 કરોડ મજુર કરાયા હોવાનુ કહયુ હતુ. હાજર જનમેદનીને દાહોદના સાંસદ જસંવતસિહ ભાભોર સાહેબે સંબોધી જણાવ્યુ હતુ દેશ ના ઇતિહાસ પહેલીવાર 500 વષઁ પછી પાવાગઢ ધામ પર માતાજી ની ધ્વજા દેશના વડાપ્રધાને ચઢાવી છે. દેશના વડા પ્રધાને 370 ની કલમ હટાવવાનુ ,જમ્મુ કશમીરમા ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવવાનુ ,આદિવાસી દિકરા દિકરીઓ માટે અભ્યાસની ચિંતા,માનગઢધામની ચિંતા અને વિકાસનુ કામ માત્રને માત્ર દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી એ કયુ છે. કોરોના કાળમા સતત બે વષઁ સુધી ગરીબોને અનાજ વિતરણ કર્યું છે અને ફરી મફત અનાજ વિતરણ ની જાહેરાત કરી છે. સાંસદે ગુજરાત કેન્દ્ર સરકાર હસ્તક ના વિકાસ કામો ગણાવી બીજી ઓકટોમ્બર ગાંધીજી ની જન્મ જયંતિ નિમિતે ગાંધીજીની પ્રતિમાને સુતરની આટી પહેરાવી નમન વંદન કરી ઉજવણી કરી હતી.

Share

Related posts

ટેલિગ્રામના માધ્યમથી કરન્સીના રોકાણ પર ઊંચા વળતર આપવાની લાલચ આપવાની રૂપિયા 22,19,188 નું ફ્રોડ કરનારાને આરોપીઓને ઝડપી પડતી દાહોદ જિલ્લા પોલીસ.

gujaratjanekta

ઝાલોદ ધાવડીયા ચેક પોસ્ટ પર દિલ્હી બ્લાસ્ટને લઈ પોલીસ એલર્ટ મોડ પર સધન ચેકીંગ હાથ ધરાઈ

gujaratjanekta

અમૃતમ યોજના માટે બોન્ડ: વડોદરા મનપાના વિવિધ પ્રોજેક્ટોમાં હિસ્સો આપવા માટે 100 કરોડના બોન્ડ બહાર પાડવા સેબીની મંજૂરી, ખાનગી અને સરકારી કંપનીઓ રોકાણ કરશે

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial