Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

અમદાવાદથી CBI દ્વારા ઝડપાયેલો પાકિસ્તાની જાસુસ ત્યાંની ઈન્ટેલિજન્ટ એજન્સી સાથે કોડ વર્ડમાં કરતો હતો ચેટ, 11 દિવસના રીમાન્ડ

સંકેત પંડ્યા – એડિટર

પાકિસ્તાની જાસુસના મદદ કરતો રીમાન્ડ મંજૂર કરાયા છે. અમદાવાદથી પાકિસ્તાની જાસુસી સંસ્થાને મદદ કરતા શખ્સની ધરપકડ તાજેતરમાં કરાઈ હતી ત્યારે તેના રીમાન્ડ પણ મંજૂર કરવામાં આવ્યા છે. ત્યારે આ મામલે હજુ વધુ ખુલાસાઓ થઈ શકે છે. 

અમદાવાદમાં ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પાકિસ્તાન સાથે કનેક્શન ધરાવતા અને ત્યાંની ઈન્ટેલિજન્ટ એજન્સી સાથે કામ કરતા અબ્દુલ વહાબની ધરપકડ કરાઈ હતી. તે અહીંથી સીમ કાર્ડ ખરીદીને પાકિસ્તાન મોકલતો હતો. પાકિસ્તાની જાસુસી સંસ્થાને અબ્દુલ વહાબે કેટલા સીમ કાર્ડ આપ્યા છે, શું ચેટ કરતો હતો તે બાબતે તપાસ તેજ કરવામાં આવશે. 

ત્યારે અત્યારે તેના પરીવારની પણ સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. અન્ય સાગરીતો એવા અસલમ અને ઝાકીર તેના નામ પર સીમ કાર્ડ લેતા હોવાની વિગતો સામે આવી રહી છે. અબ્દુલના નામ પર સિમ કાર્ડ લઈ કોને આપતા હતા, શું હતું તે મામલે પણ શંકાના આધારે તપાસ તેજ કરવામાં આવી રહી છે.

પાકિસ્તાની ઈન્ટેલિજન્ટ સાથે અબ્દુલ વહાબની ચેટ મળી આવી છે. જેમાં તે કોડ વર્ડનો ઉપયોગ કરીને ચેટ કરતો હતો. તેને ભારતીય આર્મી ઓફિસરોની વિગત પાકિસ્તાનની ખુફીયા જાસુસી સંસ્થા આઈએસઆઈને મોકલ્યાની આશંકા પણ વ્યક્ત કરાઈ રહી છે.

જાસુસી સંસ્થાઓ કે તેની સાથે સંકળાયેલા લોકો ભારત સાથે કનેક્ટ રહી શકે માટે આ પ્રકારે સીમકાર્ડ અપાતું હોવાની શંકા છે. કેમ કે, ભારતના સીમ કાર્ડ પાકમાં નહીં પરંતુ પાકિસ્તાન અને ભારત વચ્ચેની લેન્ડ બોર્ડર છે ત્યાં નેટવર્કના સહારે તેનો દુરુપયોગ થતો હોઈ શકે છે.

Share

Related posts

કામગીરીને બિરદાવી: અમદાવાદમાં વેક્સિનના 1 કરોડ ડોઝ પુરા, 10 હેલ્થ વર્કર્સને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યાં

Admin

ગુડ બાય -2024 ” ગુજરાત રાજ્ય ની મહત્વ ની ઘટનાઓ ” – જાણો વધુ

gujaratjanekta

વિકાસ સપ્તાહ અંતર્ગત ઝાલોદ નગરપાલિકા દ્વારા “મારું ઘર સ્વચ્છ ઘર” થીમ હેઠળ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial