Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ગોધરા ૧૨૬ વિધાનસભાના સંભવિત ઉમેદવાર અનસ અંધીનો પૂર્વ વિસ્તારમાં કોંગ્રેસનો પ્રચાર !!

સંકેત પંડ્યા – એડિટર 

ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે દરેક પક્ષો પોત પોતાના મત વિસ્તારમાં પ્રજા પાસે જઈને પ્રજાના પ્રશ્નોને વાંચા આપવા માટે તેમજ પ્રજાનો વિશ્વાસ કેળવવા તેમજ લોકોના પ્રશ્નોને સાંભળવાની પૂર્વ તૈયારીમાં લાગી ગયા છે.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગોધરાના વિવિધ વોર્ડ વિસ્તારોમાં મારુ બુથ… મારુ ગૌરવ…ના જન સંપર્ક અભિયાનમાં ગોધરા ૧૨૬ વિધાનસભાના સંભવિત ઉમેદવાર અનસ અંધીના નેતૃત્વમાં આજરોજથી શહેર પ્રમુખ સીદ્દીકભાઈ ચલાલી અને રૂલઅમીન ભાઈ મેદા સહિત કોંગ્રેસના કાર્યકરો સાથે શહેરના વિવિધ વોર્ડ વિસ્તારોમાં ડોર ટુ ડોર પ્રચાર શરૂ કરી દીધો છે અને તમામ લઘુમતી વિસ્તારમાં ઘરે ઘરે ફરીને ખરા અર્થમાં રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટીના ૮ વચનો પ્રજા સમક્ષ મુકી લોકોને સમજાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોય તેમ દેખાય રહ્યું છે. જેમાં લઘુમતી વિસ્તારના લોકો દ્વારા આ આઠ વચનો સાંભળીને આવનાર ગોધરા વિધાનસભા ૨૦૨૨ ની ચુંટણીમાં કોંગ્રેસ પક્કડ મજુબુત બનાવી રહ્યું હોય તેમ દેખાય રહ્યું છે.

એક થી બે મહિનાની સમય મર્યાદામાં વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થાય તે પહેલા સૌ કોઈ સંગઠન પોતાની તાકત બત‍ાવવા મેદાને ઉતરે છે. એક તરફ સત્તાપક્ષ એડી ચોટીનું જોર લગાવી મેદાને ઉતરી પડ્યું છે, જ્યારે બીજી તરફ કોંગ્રેસ પોતાના તખ્તા ગોઠવવા લોક સંપર્કમાં જોતરાઈ ગયું છે જ્યારે દિલ્હી અને પંજાબમાં પોતાનો ડંકો વગાડનાર કેજરીવાલે ગુજરાતને પોતાનું આશ્રય સ્થાન બનાવી લીધું. આમ રાજકીય ત્રિપાંખિયામાં ઘેરાયેલું ગોધરા વિધાનસભા ૨૦૨૨ માં સત્તાપક્ષ ભાજપ ગમે તે કાળે સત્તા સાચવી રાખવા મહેતન કરી રહ્યું છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે ટૂંક સમયમાં કઈ પાર્ટીનું જોર વધારે છે !!

Share

Related posts

ઝાલોદ પોલિસ સ્ટેશનમા નવા નિમાયેલ પી.આઈ એસ.સી.રાઠવા એ ચાર્જ સંભાળ્યો

gujaratjanekta

ઝાલોદ તાલુકાના ગ્રામ પંચાયત રાજપુરનુ ડેપ્યુટી સરપંચની ચૂંટણી યોજાઈ

gujaratjanekta

સુખસર સી.એચ.સી માં 1 ડિસેમ્બર વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરવામાં આવી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial