Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

સ્વરૂપમાન મહિલા તલાટી ૧ લાખની લાંચ લેતા ઝડપાઈ : નવી મોડેસ ઓપરેન્ડીથી માંગી લાંચ

સંકેત પંડ્યા – એડિટર

લાંચ લેવાની નવી તકનિક સામે તમને પણ આશ્ચર્ય થશે. ખેતરમાં વીજ કનેક્શન માટે મહિલા તલાટી નિતા પટેલે ₹ 1 લાખ માંગ્યા હતા અને લાંચનાં નાણાં આંગડિયાથી ગાંધીનગર મંગાવ્યાં, પણ એ ભૂલી ગયા કે પોલીસ તમારા કરતાં પણ વધારે હોશિયાર છે.આખરે સુરત ACBના છટકામાં ભેરવાઈ ગયાં.

લાંચની માંગણીની રકમ : રૂપિયા ૧,૦૦,૦૦૦/-

લાંચની સ્વીકારેલ રકમ : રૂપિયા ૧,૦૦,૦૦૦/-

લાંચની રીકવર કરેલ રકમ : રૂપિયા ૧,૦૦,૦૦૦/-

નર્મદા જીલ્લાના નાંદોદ તાલુકાના નરખડી ગામમાં ખેતીની જમીન આવેલી છે. જે જમીનની દેખરેખ અને જમીનને લગતા અન્ય કામગીરી ફરીયાદી સંભાળે છે. ખેતીની જમીનમાં ખેતીને લગતા બીયારણ, ખાતર વિગેરે સરસામાન મુકવા તેમજ મજુરોને રહેવા માટે પતરાના શેડવાળી ઓરડીઓ બનાવેલ, જેમાં વિજ મીટરની જરુરીયાત હોવાથી નરખડી ગ્રામપંચાયતમાં ઘર નંબર ફાળવવા અને જરૂરી મંજુરી મેળવવા અરજી કરેલ હતી.

નર્મદાના નાંદોદ તાલુકાના નરખડીના તલાટી નીતા પટેલ 1 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા છે. તલાટી નીતા પટેલ અને તેમના સહયોગી મહેશભાઈ આહજોલિયા બંને આરોપીઓને ડિટેઈન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સરકારી બાબુઓ પણ હવે હાઈટેક થયા છે. સીધી રીતે તેઓ લાંચ સ્વીકારવામાં ભેરવાઈ જશે તેવા ડરથી અવનવા પેંતરાઓ અપનાવી રહ્યા છે. સુરત ACBની ટીમે આવી જ નવી મોડેસ ઓપરેન્ડીથી લાંચ લેનાર મહિલા સરકારી અધિકારીને ઝડપી પાડી છે.

Share

Related posts

લાંચિયો તલાટી ઝડપાયો : મહીસાગર ACBએ ₹ 7000 ની લાંચ લેતા તલાટી કમ મંત્રીને રંગેહાથ પકડ્યો

gujaratjanekta

ફતેપુરા મામલતદાર કચેરીમાં તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો દાહોદ જિલ્લા કલેકટર શ્રી યોગેશ નિર્ગુડીનેઅધ્યક્ષતામાં તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો

gujaratjanekta

નવા વર્ષની ઉજવણી સેવાકીય કાર્ય દ્વારા કરવામાં આવી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial