Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ ધર્મ દર્શન / રાશિફળ

સમસ્ત બ્રહ્મસમાજ (માતૃસંસ્થા) દ્વારા હાલોલ ખાતે શ્રાવણ માસના અંતિમ દિવસે હનુમાન ચાલીસા અને મહા આરતી યોજાઇ

કુંદનસિંહ ચૌહાણ – પત્રકાર

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ (માતૃસંસ્થા), હાલોલ દ્વારા શ્રાવણી અમાસ ના રોજ પવિત્ર શ્રાવણ માસ ના છેલ્લા દિવસે શ્રી હરિહર મહાદેવ ખાતે હનુમાન ચાલીસા નો પાઠ તથા ભોલેનાથ ની મહાઆરતી નું ભવ્ય આયોજન કરવામાં આવેલ અને ત્યારબાદ પધારેલ દરેક ભાવિક ભક્તો ને બ્રહ્મભોજન કરાવવામાં આવેલ.

આ પ્રસંગે આશરે ૬૦૦ થી ૭૦૦ ભાવિક ભકતો એ સમૂહ આરતી કરીને વાતાવરણ ને ભક્તિમય બનાવી દીધું હતું. આ પ્રસંગે હાલોલ વિધાનસભા ના લોકલાડીલા ધારાસભ્યશ્રી મા. જયદ્રથસિંહજી પરમાર, શ્રી શૈલેષભાઈ ઠાકર,ઉપપ્રમુખ શ્રી ગુજરાત બ્રહ્મ સમાજ, ડો.શરદભાઈ પંડ્યા. રાજ્ય મંત્રી, જવાહર ત્રિવેદી,ઉમેશ જોશી. પ્રભારી શ્રી, શ્રીમતી મીનાક્ષીબેન પંડ્યા અને કંજરી સ્ટેટ યુવરાજ શ્રી મ્યુર્ધવજસિંહજી પરમાર તેમજ બ્રહ્મ સમાજ ના ભાઈ ઓ તેમજ બહેનો તથા યુવા કાર્યક્રતા મોટી સંખ્યા માં હાજર રહી પ્રસંગ ને દીપાવ્યો હતો.

હાલોલ બ્રહ્મ સમાજ પ્રમુખશ્રી હાર્દિક જોશીપુરા અને સમસ્ત બ્રહ્મ સમાજ હાલોલ દ્વારા આયોજિત આ કાર્યક્રમ માં શ્રી હરિહર મહાદેવ મંદિર ઓમ નમ: શિવાય ના નાદ થી ગુંજી ઉઠ્યું હતું.🙏

Share

Related posts

ફતેપુરામાં કબ્રસ્તાન સામે ગેરકાયદે ડમ્પિંગ યાર્ડ હટાવવા મામલતદાર અને ટીડીઓને આવેદનપત્ર અપાયું

gujaratjanekta

ભરૂચ જિલ્લા ની પાંચ બેઠકો પર ચૂંટણી લડવા નિરીક્ષકો સામે ૮૨ ની દાવેદારી

gujaratjanekta

સૂર્યગ્રહણ 2022: 27 વર્ષ પછી દિવાળી પર સૂર્યગ્રહણનો સંયોગ, જાણો તમારા જીવનમાં શું બદલાવ આવશે?

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial