Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દાહોદથી અંબાજી જતા પગદંડી શ્રદ્ધાળુઓને પાણીની બોટલ આપી જલ સેવા કરતા નજરે પડે છે

પંકજ પંડિત

જળ સેવા રથ” થકી સેવા કરતા નવયુવક મંડળ પેથાપુરના સેવાભાવી યુવાનોવયુવક મંડળ પેથાપુર તરફથી દાહોદથી અંબાજી જતા પગદંડી શ્રદ્ધાળુઓને પાણીની બોટલ આપી જલ સેવા કરતા નજરે પડે છે

માઁ અંબેના પાવન ધરા અંબાજી જતા શ્રદ્ધાળુઓને પીવાના પાણી માટે નવયુવક મંડળ પેથાપુર તરફથી ”જળ સેવા રથ” થકી પગપાળા જતા શ્રદ્ધાળુઓને પાણીની બોટલ આપી અનોખી સેવા કરતા જોવા મળી રહ્યા છે કોઈક વિસામો થકી કોઈક પગપાળા જતા શ્રદ્ધાળુઓને જલ સેવા રથ દ્વારા સેવા કરતા અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ભાદરવા માસમાં દાહોદ જિલ્લાના વિવિધ મંડળો સંઘો દ્વારા પગપાળા અંબાજી જતા હોય છે જેમાં માર્ગમાં શ્રદ્ધાળુઓને તમામ સુવિધાઓ મળી રહે તે માટે વિવિધ મંડળો દ્વારા ભોજન ચા નાસ્તાની સુવિધાઓ જોવા મળી રહેલ છે પગદંડી જતા શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ના પડે તે રીતે જલ સેવા રથ થકી દાહોદ થી અંબાજી માર્ગમાં શ્રદ્ધાળુઓને અનોખી રીતે રસ્તામાં સેવા કરતા નવયુવક મંડળ પેથાપુર યુવાનો નજરે જોઈ શકાય છે માં અંબાના ધામમાં જતા પદયાત્રીઓને ઉત્સાહમાં વધારો કરતા બોલ માડી અંબે… જય જય અંબે… ના નાદ સાથે જલ રથ દ્વારા સેવા કરતા નજરે પડે છે.

Share

Related posts

જૂની પેન્શન યોજના / છઠ્ઠી માર્ચનું મહામતદાન અને નવમી માર્ચની મહાપંચાયત ને મળી અભૂતપૂર્વ સફળતા !!

gujaratjanekta

પાટણ શહેર માં બ્રહ્મા કુમારી પરિવાર દ્વારા સ્નેહમિલન સમારોહ યોજાયો

gujaratjanekta

સિધ્ધપુર મા ચંડીસેના દ્વારા સિધ્ધપુર પોલીસનું સન્માન કરાયૂ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial