Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ સ્પોર્ટસ

“નેશનલ સ્પોર્ટસ ડે” નિમિત્તે રમતજગતના કેટલાક મહત્વના યાદગાર પ્રસંગોથી અવગત કરાવતા સ્પોર્ટસ જર્નાલિસ્ટ પ્રદિપ ત્રિવેદી

✍🏻 પ્રદીપ ત્રિવેદી – સ્પોર્ટસ જર્નાલિસ્ટ 

29મી ઓગસ્ટ એ ભારત નો “નેશનલ સ્પોર્ટ્સ ડે ” છે 29મી ઓગસ્ટ એટલે હોકી ના જાદુગર મેજર ધ્યાનચંદનો જન્મ દિવસ જે દિવસને યાદગાર બનાવવા આપણે “નેશનલ સ્પોર્ટ્સ -ડે ” તરીકે ઉજવીયે છીએ . આ દિવસે ખેલ જગતમાં અસાધારણ સિદ્ધિ મેળવનાર ખેલાડીઓ ને વિવિધ એવોર્ડ્સ રાષ્ટ્રપતિશ્રી ના વરદ હસ્તે રાષ્ટ્રપતિ ભાવનના “અશોક હોલ “માં સન્માન સાથે આપવામાં આવે છે.
આજે આ દિવસ નિમિતે ભારત દેશ ના 75 વર્ષની આઝાદી દરમ્યાન ભારત ના ખેલાડીઓની કેટલીક મહાન ઉપલબ્ધીઓ ને જાણીશું અને માણીશું.

🇮🇳એથલેટિક્સ :
ઓલિમ્પિક માં સૌ પ્રથમ ભાગ લેનાર ભારતીય મહિલા ‘નીલિમા ઘોષ ‘ હતી જેમણે માત્ર 17વર્ષ ની વયે 1952 ની હેલસિંકી ઓલિમ્પિકમાં ભાગ લીધો હતો. જે ભારત ની પ્રથમ ટ્રેક મહિલા એથલીટ હતી.
ભારતીય ઓલિમ્પિક ઇતિહાસ ના એથલેટિક્સ વિભાગ માં સૌ પ્રથમ ગોલ્ડ મેડલ જવેલિયન થ્રોઅર નીરજ ચોપ્રા એ મેળવ્યો હતો.નીરજ ચોપ્રા એ ‘ટોક્યો ઓલિમ્પિક -2020, માં 87.58 મીટર ના થ્રો થી “ગોલ્ડ મેડલ મેળવ્યો હતો ” તેમજ 2022 માં અમેરિકામાં યોજાયેલ ‘વર્લ્ડ એથલેટિક્સ ચેમ્પિયનશિપ માં 88.13 મીટરના થ્રો થી ‘સિલ્વર મેડલ ‘ મેળવનાર પ્રથમ ખેલાડી બન્યો હતો.
વર્લ્ડ એથલેટિક્સ ચેમ્પિયનશિપમાં સૌ પ્રથમ મેડલ, લોન્ગ જમ્પર અંજુ બોબી જ્યોર્જ એ 2003ની પેરિસ ખાતે ની ચેમ્પિયનશિપ માં માં 6.70 મીટર ના લોન્ગ જમ્પ થી બ્રોન્ઝ મેડલ મેળવવાનું બહુમાન મેળવ્યું હતું.
કારડીફ ખાતે યોજાયેલ બ્રિટિશ એમ્પાયર એન્ડ કોમનવેલ્થ ગેઇમ્સ માં ભારતના ઉડતા શીખ મિલ્ખાસિંહે,440યાર્ડ્સ દોડ માં તેમજ 1958 માં ટોક્યો ખાતે યોજાયેલ એશિયન ગેઇમ્સ માં 200મીટર અને 400 મીટર દોડમાં “ગોલ્ડ મેડલ “.મેળવ્યો હતો.
દિપા મલિક : પેરાલિમ્પિક ગેઇમ્સમાં સૌ પ્રથમ મેડલ શોટપુટર દીપા માલિકે,2016 માં બ્રાઝીલ ના રિયો ડી જનેરીઓ ખાતે યોજાયેલ સમર પેરાલિમ્પિક ગેઇમ્સ માં 4.61 મીટરના થ્રોથી શોટપૂટ ના F-53 વિભાગમાં સિલ્વર , મેડલ મેળવ્યો હતો. તેઓ આવી સિદ્ધિ મેળવનાર પ્રથમ પેરા મહિલા ખેલાડી હતા.
ભારતીય સિપ્રીન્ટ કવીન પી ટી ઉષા એ 1984ના લોસ એંજલ્સ ઓલિમ્પિક માં 400મીટર હર્ડલ્સ ઇવેન્ટ માં 55.42 સેકન્ડ આપતાં તે સેકન્ડ ના 100માં ભાગ માટે બ્રોન્ઝ મેડલ મેળવતા રહી ગઈ હતી.

🇮🇳બેડમિન્ટન :
બેડમિન્ટન ની પ્રતિષ્ઠિત “ઑલ ઇંગ્લેન્ડ ઓપન બેડમિન્ટન ચેમ્પિયનશિપ” સૌ પ્રથમ પ્રકાશ પાદુકોણે 1980માં જીતી હતી.એટલુંજ નહીં પણ વિશ્વમાં પ્રથમ ક્રમ મેળવનાર તેઓ પ્રથમ ખેલાડી બન્યા હતા.
ઓલિમ્પિક માં સૌ પ્રથમ મેડલ ( બ્રોન્ઝ )સાંઈના નેહવાલે,2012 માં લંડન ખાતે જીત્યો હતો. જાકાર્તા ખાતે યોજાયેલ ‘વર્લ્ડ ચેમ્પિયનશિપ -2015’ માં સિલ્વર મેડલ જીત્યો હતો.આ ઉપરાંત ‘વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપ -2008 ‘માં ગોલ્ડ મેડલ જીતનાર તે એક માત્ર ભારતીય મહિલા બની હતી.
ઓલિમ્પિક માં સતત બે વખત મેડલ મેળવવાનું ગૌરવ પી. વી. સિંધુ એ મેળવ્યું છે . પી વી સિંધુ એ 2016 માં રિયો ઓલિમ્પિક માં સિલ્વર અને 2020 ટોક્યો ઓલિમ્પિક માં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.
જયારે વર્લ્ડ ચેમ્પિયનશિપ માં ગોલ્ડ મેડલ મેળવવાનું ગૌરવ પણ પી વી સિંધુ ધરાવે છે.તેમણે 2019 માં બાસેલ ખાતે યોજાયેલ ‘વર્લ્ડ ચેમ્પિયનશિપ ‘ માં સિંગલ્સ માં આ સિદ્ધિ મેળવી હતી.
જ્વાલા ગટ્ટા અને અશ્વિની પોનપ્પાની જોડી એ લંડનમાં યોજાયેલ ‘વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપ’-2011માં મેડલ(બ્રોન્ઝ )જીતનાર પ્રથમ જોડી બની હતી.

🇮🇳બોકસિંગ :
વર્લ્ડ એમેચ્યોર બોકસિંગ ચેમ્પિયનશીપ માં મહિલા બોક્સર એમ સી મેરિકોમ એ ‘છ ‘ વખત મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે.એશિયન ગેઇમ્સ -2014 માં ઈનચીઓન ખાતે ગોલ્ડ મેડલ મેળવનાર પ્રથમ ભારતીય મહિલા બોક્સર બની હતી.
ઓલિમ્પિક-બોકસિંગ માં સૌ પ્રથમ મેડલ બોક્સર વિજેન્દરસિંહે 2008માં બેઇજીંગ ખાતે યોજાયેલ ઓલિમ્પિકના મિડલવેટ વિભાગ માં ‘બ્રોન્ઝ મેડલ ‘ જીત્યો હતો.
ઓલિમ્પિકના મહિલા -બોકસિંગ વિભાગ માં સૌ પ્રથમ મેડલ (બ્રોન્ઝ )મહિલા બોક્સર એમ સી મેરિકોમ એ -2012 માં લંડન ખાતે યોજાયેલ ઓલીમ્પિકના ફ્લાય વેઇટ કેટેગરી માં મેળવ્યો હતો.
કિંગ કપ -1997માં બેંગકોક ખાતે ડીંગકો સિંઘ એ જીત્યો હતો.1998 ના એશીયન ગેઇમ્સ માં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
બોક્સર શિવા થાપા એ ‘યુથ ઓલિમ્પિક -2010માં સિલ્વર મેડલ, વર્લ્ડસ -2015માં બ્રોન્ઝ અને એશીયન ચેમ્પિયનશિપ-2015 માં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.
વિકાસ યાદવ એ એવો પ્રથમ ભારતીય બોક્સર હતો કે જેમણે એશિયન ગેઇમ્સ અને કોમનવેલ્થ ગેઇમ્સ માં ગોલ્ડ મેડલ મેળવ્યા હતા.

🇮🇳ક્રિકેટ :
ભારતીય ટીમે ટેસ્ટ મેચમાં સૌ પ્રથમ વિજય,વિજય હઝારેની કપ્તાની હેઠળ ફેબ્રુઆરી-1952માં મદ્રાસના ચેપોક સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડ વિરુદ્ધ એક ઇનિંગ અને 8 રન થી જીતીને મેળવ્યો હતો.
ભારતે વિદેશી ધરતી પર સૌ પ્રથમ ટેસ્ટમેચ વિજય,યુવા કપ્તાન મન્સૂરઅલીખાન પટોડીના નેતૃત્વ હેઠળ 1968માં યજમાન ન્યૂઝીલેન્ડને 5 વિકેટ થી હરાવીને મેળવ્યો હતો..
ભારતે વિદેશી ધરતી પર સૌ પ્રથમ ટેસ્ટમેચ શ્રેણીમાં વિજય 1970-71 માં વેસ્ટઇન્ડિઝ વિરુદ્ધ મેળવ્યો હતો.ભારતે અજિત વાડેકર ના નેતૃત્વ હેઠળ, પાંચ ટેસ્ટમેચની શ્રેણીમાં 1વિરુદ્ધ 0 થી જીતીને શ્રેણી વિજય મેળવ્યો હતો.. આ શ્રેણી માં ઓપનર સુનિલ ગાવાસકરે વેસ્ટ ઇન્ડિઝ ની કાતિલ બોલિંગ નો સામનો કરતા ભવ્ય 774 રન બનાવ્યા હતા.
ભારતે વનડે ક્રિકેટ નો સૌપ્રથમ વર્લ્ડ કપ, કપિલદેવ ના નેતૃત્વ હેઠળ ઇંગ્લેન્ડ માં 25 મી જૂન,1983 ના રોજ ફાઇનલમાં વેસ્ટ ઇન્ડિઝને હરાવી ને મેળવ્યો હતો.
ભારતે1985માં ઓસ્ટ્રેલિયા ખાતે યોજાયેલ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં શાનદાર પ્રદર્શન કરતા, ફાઇનલ માં પાકિસ્તાન ને હરાવી ને ટ્રોફી જીતી હતી. આ શ્રેણમાં રવિ શાસ્ત્રી ‘પ્લેયર ઓફ ધ સિરીઝ ‘ બન્યો હતો.
ભારતે 2002માં, ઇંગ્લેન્ડ ખાતે યોજાયેલ ” નેટ વેસ્ટ સિરીઝ -ટ્રોફી ” કપ્તાન સૌરવ ગાંગુલીના નેતૃત્વ હેઠળ મેળવી હતી.
ભારતે સૌપ્રથમ ટી.-20 વર્લ્ડ કપ, મહેન્દ્રસિંહ ના નેતૃત્વ હેઠળ 2007માં પાકિસ્તાન ને હરાવી ને મેળવ્યો હતો.
ભારતે સૌ પ્રથમ ‘ટેસ્ટ નંમ્બર વન ‘ બનવાનો ઐતિહાસિક રેકોર્ડ 2009 માં બનાવ્યો હતો.
ભારત,2000 પછી ત્રણ વખત ( 2008,12 અને 2018 ) ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી, જયારે 2006,2016 અને 2020 માં ઉપવિજેતા રહી હતી.
ભારતે બીજી વખત વનડેનો વર્લ્ડ કપ,2011 માં મહેન્દ્રસિંહ ધોનોના નેતૃત્વ હેઠળ ફાઇનલ માં શ્રીલંકા ને હરાવી ને વર્લ્ડ કપ જીત્યો હતો
ભારતીય ટીમ ‘વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ‘ માં રનર અપ બની હતી. ફાઇનલ મેચ ન્યૂઝીલેન્ડ સામે રમાઈ હતી.
આ ઉપરાંત ભારતીય ટીમે વર્ષ 2007માં ICC વર્લ્ડ ટી.-20, વર્ષ 2007-08માં સી બી સિરીઝ, વર્ષ 2010 અને 2016 માં એશિયાકપ અને વર્ષ 2013માં ICC ચેમ્પિયન્સ શિપટ્રોફી પણ જીતી હતી.
1999માં અનિલ કુંબલેએ ટેસ્ટની એક ઇનિંગ્સમાં પાકિસ્તનની 10 વિકેટ ઝડપી ઇતિહાસ રચનાર વિશ્વ નો બીજો બોલર બન્યો હતો.
ટેસ્ટ મેચમાં સૌ પ્રથમ ત્રેવડી સદી (309 રન )વીરેન્દ્ર સેહવાગે 2004માં પાકિસ્તાન વિરુદ્ધ ફટકારી હતી
વન -ડે માં સૌ પ્રથમ બેવડી સદી(200 રન )સચિન તેંડુલકરે 2010માં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ બનાવી હતી. સચીને 100 મી આંતર રાષ્ટ્રીય સદી 2012 માં પુરી કરી હતી અને આવી સિદ્ધિ મેળવનાર તે વિશ્વનો પ્રથમ ક્રિકેટર બન્યો હતો.
ટેસ્ટમેચ માં ભારતે સૌથી મોટો વિજય 4થી ઓક્ટોબર,2018ના રોજ રાજકોટ ખાતે વેસ્ટિન્ડિઝ વિરુદ્ધ ‘1ઇનિંગ્સ અને 272રન થી મેળવ્યો હતો. જે ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસની 2319મી મેચ હતી.
ભારતે સૌથી વધુ જુમલો 7વિકેટે દાવ ડિક્લેર કરતા 759રન,ઇંગ્લેન્ડ વિરુદ્ધ, ચેન્નાઇ ખાતે 16મી ડિસેમ્બર,2016નારોજ નોંધાવ્યો હતો. જેમાં કરુણ નાયરે નોટ આઉટ 303 રન, ઓપનર કે. લોકેશ રાહુલે 199 રન નોંધાવ્યા હતા.જે ટેસ્ટ ઇતિહાસ ની 2241મી મેચ હતી.જેમાં ભારતે 1ઇંનિંગસ અને 75 રનથી વિજય મેળવ્યો હતો.
વન -ડે મેચમાં સૌથી મોટો વિજય 257 રનથી પોર્ટ ઓફ સ્પેન ખાતે બરમુડા વિરુદ્ધ 19મી, માર્ચ,2007ના રોજ મેળવ્યો હતો. જે વન -ડે ઇતિહાસ ની 2542 મી મેચ હતી.
વન -ડે મેચ માં સૌથી મોટો જુમલો ભારતે 8મી, ડિસેમ્બર,2011ના રોજ 5 વિકેટે 418રનનો, વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ, ઇન્દોર ખાતે બનાવ્યો હતો. જેમાં કપ્તાન વીરેન્દ્ર સેહવાગે 219રન બનાવ્યા હતા.જે વન -ડે ઇતિહાસ ની 3223મી મેચ હતી.

🇮🇳ચેસ :
ચેસ ઓલિમ્પિયાડમાં ભારતે સૌ પ્રથમ ગોલ્ડ મેડલ 2020 માં મેળવ્યો હતો.
વર્લ્ડ ટીમ ચેસ ચેમ્પિયનશિપ માં ભારતે સૌપ્રથમ ‘સિલ્વર મેડલ’ ભારતની મહિલા ટીમે 2021માં બાર્સેલોના માં સીટગેસ ખાતે મેળવ્યો હતો. જયારે પુરુષ વિભાગ માં ભારતે 2009 માં તુરકીમાં બુર્સા ખાતે ‘બ્રોન્ઝ મેડલ ‘ મેળવ્યો હતો.
એશીયન ગેઇમ્સમાં ભારતે સૌ પ્રથમ ગોલ્ડ મેડલ 2018માં જકાર્તા -પાલેબંગ ખાતે મેળવ્યો હતો. જયારે મહિલા વ્યક્તિગત માં કોનેરું હમ્પીએ અને ભારતની મિક્સડ ટીમે 2006માં દોહા ખાતે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.
2002માં કોનેરું હમ્પી દેશની પ્રથમ મહિલા ગ્રાન્ડ માસ્ટર બની હતી.

🇮🇳ફૂટબોલ :
ભારતે 1951માં નવી દિલ્હી ખાતે યોજાયેલ ‘પ્રથમ એશિયન ગેમ્સ’ ની ફૂટબોલ સ્પર્ધામાં માં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
મેલબોર્ન ઓલીમ્પિક્સ -1956 માં ભારત સૌ પ્રથમ વખત સેમી ફાઇનલ માં પહોંચ્યું હતું અને ચતુર્થ સ્થાન મેળવ્યું હતું. એટલુંજ નહિ પણ ટોપ સ્કોરર તરીકે નેવિલ ડી ‘ સોઝા એ ચાર ગોલ કર્યા હતા. આવી સિદ્ધિ મેળવનાર ભારત એશિયાનો પ્રથમ દેશ બન્યો હતો.
એ એફ સી એશિયા કપ માં ભારતે 1964 માં રનર્સ અપ ટાઇટલ મેળવ્યું હતું. જયારે વુમન્સ એશિયા કપ માં ભારત ની મહિલા ટીમે 1980 અને 1983 માં રનર્સ અપ નું ટાઇટલ મેળવ્યું હતું.

🇮🇳ગોલ્ફ :
એશિયન ટુર ઓર્ડર ઓફ મેરીટ માં સૌ પ્રથમ જીતવાનું ગૌરવ જ્યોતિ રંધાવા (2002)એ મેળવ્યું હતું. તેમજ યુ એસ સ્થિત પી જી એ ટુર અને 2010 માં વિંન્ડહામ ચેમ્પિયનશિપ જીતી હતી.
એશિયન ગેઇમ્સમાં પુરુષની ટીમે 1982માં ગોલ્ડ મેડલ અને 2006 તેમજ 2010 માં સિલ્વર મેડલ જીત્યો હતો.1982માં વ્યક્તિગત સ્પર્ધામાં લક્ષમણ સિંહે અને 2006માં શિવ કપૂરે ગોલ્ડ મેડલ જીત્યા હતા.
સૌથી સફળ ગોલફર તરીકે જીવ મિલ્ખાસિંહ (3-યુરોપિયન ટુર,4-જાપાન ગોલ્ફ ટુર,6-એશિયન ટુર ટાઇટલ )અને અનિરબાન લાહરી (2-યુરોપિયન ટુર,7-એશિયન ટુર ટાઇટલ )રહ્યા છે.

🇮🇳જિમનાસ્ટિક :
સૌ પ્રથમ મેડલ મેળવવાનું બહુમાન આશિષ કુમાર ધરાવે છે. આશિષ કુમારે 2010માં કોમન વેલ્થ ગેઇમ્સ માં વોલ્ટ ઇવેન્ટ માં ‘સિલ્વર ‘મેડલ અને ‘ફ્લોર ઇવેન્ટ ‘ માં ‘બ્રોન્ઝ ‘ મેડલ મેળવ્યો હતો.
મહિલા વિભાગ માં સૌ પ્રથમ મેડલ મેળવવાનું ગૌરવ ત્રિપુરાની જિમનાસ્ટ ગર્લ દીપા કર્માકાર ધરાવે છે દીપા કર્માકાર એ 2014ના કોમનવેલ્થ ગેઇમ્સ માં ‘વોલ્ટ ઇવેન્ટ ‘માં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. 2018માં તુર્કી ના મેસીન ખાતે યોજાયેલ ‘આર્ટિસ્ટિક જિમનાસ્ટિક ના વર્લ્ડ કપ ‘માં દીપા કર્માકર ‘ગોલ્ડ મેડલ ‘ મેળવનાર પ્રથમ તેમજ રિયો ઓલિમ્પિક -2016માં ભાગ લેનાર તેમજ ચતુર્થ સ્થાન મેળવનાર પ્રથમ ખેલાડી બની હતી.
🇮🇳હોકી :
હોકીમાં ભારતે ઓલિમ્પિક માં કુલ 8 ગોલ્ડ મેડલ (આઝાદી પછી 5 ગોલ્ડમેડલ ) મેળવેલ છે.ટોક્યો ઓલિમ્પિક -2020માં ભારતે 41 વર્ષ પછી મેડલ (બ્રોન્ઝ મેડલ ) મેળવ્યો હતો.
1975 માં મલેશિયા ના કુઆલા લુમ્પુર ખાતે યોજાયેલ “મેન્સ હોકી વર્લ્ડ કપ”પાકિસ્તાનને 2વિરુદ્ધ 1ગોલથી હરાવી ને વર્લ્ડ કપ જીત્યો હતો.
2014ના એશિયન ગેઇમ્સ માં ગોલ્ડ મેડલ અને કોમન વેલ્થ ગેઇમ્સ માં સિલ્વર મેડલ મેળવ્યો હતો.
મહિલા હોકી ટીમ પ્રથમ વાર ટોક્યો ઓલિમ્પિક -2020 માટે પસંદ થઇ અને ચતુર્થ સ્થાન મેળવ્યું હતું.2017માં મહિલા ટીમે જાપાનમાં યોજાયેલ ‘વુમન્સ હોકી એશિયા કપ ‘માં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.1982માં દિલ્હી ખાતેના નવમાં એશિયાડ માં સૌ પ્રથમ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.

🇮🇳ટેનિસ :
1954માં રામનાથન ક્રિષ્નન વિમ્બલ્ડનમાં જુનિયર ચેમ્પિયન બન્યા હતા. તેઓ સૌ પ્રથમ વિશ્વ ક્રમાંક 3 સુધી પહોંચનાર પ્રથમ ભારતીય હતા
1966માં ભારત ડેવિસ કપ ફાઇનલ સુધી પહોંચ્યું.
1979માં જુનિયર વિમ્બલ્ડન અને જુનિયર ફ્રેન્ચ ઓપનના ટાઇટલ જીતવા સાથે વિશ્વમાં જુનિયર નંમ્બર વન નું સ્થાન મેળવનાર રમેશ ક્રિષ્નન સૌ પ્રથમ ભારતીય ખેલાડી હતા.
1996ના એટલેન્ટા ઓલિમ્પિક માં સૌ પ્રથમ વાર લિયેન્ડર પેસ એ.’બ્રોન્ઝ ‘મેડલ મેળવ્યો હતો.
1997માં મહેશ ભુપતિ ભારતનો પ્રથમ ગ્રાન્ડ સ્લેમ વિજેતા બન્યો હતો.
2003 માં સાનિયા મિર્ઝા એ આફ્રો -એશિયન ગેઇમ્સ માં સિંગલ્સ, ડબલ્સ, મિક્સડ તેમજ ટીમ ના મળી ને બધા…ચાર- ચાર ગોલ્ડ મેડલ મેળવ્યા હતા.
સાનિયા મિર્ઝા, ભારતની પ્રથમ WTA ટુર્નામેન્ટ વિજેતા રહી હતી. આ ઉપરાંત 2015માં વિમ્બલ્ડન અને યુ એસ ઓપન,2016માં ઓસ્ટ્રેલિયન ઓપનમાં ‘ડબલ્સના ટાઇટલ’ મેળવ્યા હતા.મિક્સડ ડબ્લસમાં પણ ઓસ્ટ્રેલિયન ઓપન (2009)ફ્રેન્ચ ઓપન (2012)અને યુ એસ ઓપન (2014) ના પણ ટાઇટલ મેળવ્યા હતા
2021માં ગુજરાતની ટેનિસ પરી અંકિતા રૈના WTA ટુર્નામેન્ટ જીતનાર બીજી મહિલા ખેલાડી બની હતી.

🇮🇳શૂટિંગ :
શૂટિંગમાં ભારતે કુલ (1+2+1)4 ઓલિમ્પિક મેડલ મેળવ્યા છે. સૌ પ્રથમ ગોલ્ડ મેડલ 2008 ની બેઇજીંગ ઓલિમ્પિક માં અભિનવ બિન્દ્રા એ 10મીટર એર રાઇફલ માં મેળવ્યો હતો. સિલ્વર મેડલ રાજ્ય વર્ધનસિંહ રાઠોરએ મેન્સ ડબલ ટ્રીપ (2004-એથેન્સ ) માં અને વિજય કુમારે 25મીટર રેપિડ ફાયર pisto(2012-લંડન )માં મેળવ્યો હતો. બ્રોન્ઝ મેડલ ગગન નારંગે 10મીટર એર રાઇફલ માં (2012-લંડન )મેળવ્યો હતો.
ભારતે ‘ વર્લ્ડ ચેમ્પિયનશિપ ‘માં 5, વર્લ્ડ કપ ફાઇનલ માં 9, વર્લ્ડ કપ માં 51, એશિયન ગેઇમ્સ માં 9અને કોમન વેલ્થ ગેઇમ્સ માં 63 ગોલ્ડ મેડલ મેળવેલ છે.
🇮🇳વેઇટલિફ્ટિંગ :
ઓલિમ્પિકમાં ભારતને સૌ પ્રથમ મેડલ અપાવવાનું ગૌરવ ધરાવતી કર્ણમ મલેશ્વરીએ 2000ના સિડની ઓલિમ્પિક માં 69 કિ.ગ્રા. વિભાગ માં કુલ 240 કિ. ગ્રા. વજન ઊંચકી ને ‘બ્રોન્ઝ મેડલ ‘ જીત્યો હતો અને પ્રથમ ઓલિમ્પિક મેડલ મહિલા બની હતી.વર્લ્ડ ચેમ્પિયનશિપ માં પણ 3 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.
ઓલિમ્પિક માં ‘સિલ્વર મેડલ ‘ મેળવવાનું ગૌરવ સાઈખોમ મીરાંબાઈ ચાનું એ મેળવેલ છે. ટોક્યો ઓલિમ્પિક -2020માં 49કિ. ગ્રા. વિભાગ માં કુલ 202 કિ. ગ્રા. વજન ઊંચકી ને સિલ્વર મેડલ મેળવ્યો હતો.

🇮🇳રેસલિંગ :
વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતની દીકરી અંતિમ પંધાલે ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. બલગેરિયામાં યોજાયેલ અન્ડર -20વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા પહેલવાન બની છે.
ભારતીય ઓલિમ્પિક ના ઇતિહાસમાં સૌ પ્રથમવ્યક્તિગત સ્પર્ધામાં ઓલિમ્પિક મેડલ કે ડી જાધવ એ 1952માં હેલસિંકી ખાતે, બેન્ટમ વેઇટ વિભાગ માં મેળવ્યો હતો.
ઓલિમ્પિકમાં ‘સિલ્વર મેડલ ‘ જીતવાનું ગૌરવ સૌ પ્રથમ સુશીલ કુમારે ( 2012 -લંડન )અને રવિકુમાર દહિયાએ (2016-રિયો ) માં મેળવ્યું હતું.
મહિલા વિભાગમાં સૌ પ્રથમ મેડલ મેળવવાનું ગૌરવ સાક્ષી મલિક ધરાવે છે. સાક્ષી માલિકે 2016ની રિયો ઓલિમ્પિક માં ફ્રી સ્ટાઇલ 58 કિ. ગ્રા. વિભાગમાં ‘બ્રોન્ઝ મેડલ ‘ મેળવ્યો હતો.
ઓલિમ્પિક માં યોગેશ્વર દત્ત અને બજરંગ પુનિયાએ પણ બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા.

🇮🇳અન્ય :
પ્રથમ એશિયાડ 1951માં દિલ્હી ખાતે ના જવાહર લાલ નહેરુ સ્ટેડિયમ માં શરુ થયો હતો.
ભારત માં પ્રથમવાર ક્રિકેટ નો વર્લ્ડ કપ પાકિસ્તાનના સહ યજમાનપણા સાથે 1992માં યોજાયો હતો.
પ્રથમ આફ્રો -એશિયન ગેઇમ્સ 2003માં ભારતની યજમાની હેઠળ રમાઈ હતી.
ભારતમાં સૌ પ્રથમ વાર કોમન વેલ્થ ગેઇમ્સ 2010 માં યોજાઈ હતી.
ભારતે પ્રથમવાર 2011માં ફોર્મ્યુંલા -1 ની યજમાની કરી હતી અને ‘ઇન્ડિયન ગ્રા. પ્રી.. યોજી હતી.
ભારતે પ્રથમ વાર ફિફા અન્ડર -17 વર્લ્ડ કપ ફૂટબોલ -2017 ની યજમાની કરી હતી.
ભારતમાં સૌ પ્રથમવાર ચેસ(44 મી )ઓલિમ્પિયાડની યજમાની ચેન્નાઇના મહાબલીપુરમ ખાતે -2022 માં કરવામાં આવી.
ક્રિકેટ વિશ્વમાં સૌથી મોટું સ્ટેડિયમ અમદાવાદમાં આવેલ ‘ નરેન્દ્ર મોદી ‘ સ્ટેડિયમ છે.

ભારતે 1965માં સૌ પ્રથમ વાર અવતારસિંહ ચીમા ના નેતૃત્વ હેઠળ ‘માઉન્ટ એવરેસ્ટ ‘ સર કર્યો હતો.
બચીન્દ્ર પાલ ભારત ની પ્રથમ મહિલા પર્વતરોહક છે કે જેમણે 23મી, મે,1984 ના દિવસે એટલેકે તેમના જન્મ દિવસ ના એક દિવસ ( 24-05-1954) પહેલા માઉન્ટ એવરેસ્ટ સર કર્યું હતું.માઉન્ટ એવરેસ્ટ ના શિખર પર પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા બની હતી.
અરુણીમાં સિન્હા ભારત ની પ્રથમ મહિલા એમ્પ્યૂટી પર્વતારોહક છે. જેમણે એક કુત્રિમ પગ સાથે 21મી, મે,2013 ના રોજ માઉન્ટ એવરેસ્ટ સર કર્યું હતું. એટલુંજ નહીં સાત ખંડો ના પર્વતો સર કરનારી વિશ્વની પ્રથમ મહિલા બનવાનું ગૌરવ ધરાવે છે.
ભારતીય તિરંદાજ લીમ્બારામે 1992માં એશિયન ચેમ્પિયનશિપ ની 30મીટરની ઇવેન્ટમાં 358/360ના સ્કોરથી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.
2005 ની F-1 માં ભાગ લેનાર નારાયણ કાર્તિકેયન પ્રથમ ભારતીય રેસીંગ ડ્રાઈવર બન્યો હતો.
2012માં તિરંદાજ દીપિકા કુમારી,પ્રથમવાર વર્લ્ડ કપમાં વ્યક્તિગત (રીકર્વ આર્ચરી )સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો અને વર્લ્ડ નંમ્બર – 1 બની હતી.
2017માં દ્રષ્ટિહીન કંચનમાલા પાંડે એ ‘વર્લ્ડ પેરા સ્વિમિંગ ‘ ચેમ્પિયનશિપ માં ગોલ્ડ મેડલ મેળવી ને ઇતિહાસ રચ્યો હતો. આવી સિદ્ધિ મેળવનાર કંચનમાલા ભારત ની પ્રથમ પેરા સ્વિમર બની હતી.
કોમનવેલ્થ ગેઇમ્સ માં ભારતે ઓવર ઑલ મેડલ ટેલી માં 203ગોલ્ડ મેડલ સાથે સન્માનભર્યું ચતુર્થ સ્થાન મેળવ્યું છે.
આમ ભારતીય રમત જગતના ઇતિહાસ માં આ બધી ઉપલબ્ધીઓ… સુવર્ણ અક્ષરે આલેખવામાં આવી છે… જેનું આપણ સૌ ને ગૌરવ છે.

Share

Related posts

હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા સ્વતંત્રતા સ્વચ્છતા કે સંગ દાહોદ જિલ્લોતિરંગાના માન-સન્માન અને દેશભક્તિના જુસ્સા સાથે યોજાયેલી યાત્રામાં સ્થાનિક પદાધિકારીઓ, તાલુકા વહીવટી તંત્રના અધિકારી અને નગરજનો ઉત્સાહભેર જોડાયા

gujaratjanekta

સુઝુકી મોટર્સ ગુજરાત પ્રા..લી. બેચરાજી અમદાવાદ દ્વારા ITI ગોધરા ખાતે અપ્રેન્ટીશ તથા FTC કેમ્પસ ડ્રાઈવ યોજાઈ

gujaratjanekta

ગોપાલ ઈટાલિયાનું પાટીદાર કાર્ડ – પાટીદાર પ્રભૂત્વ ધરાવતી બેઠક પર આપ લડાવી શકે છે ઈટાલિયાને

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial