Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ સ્પોર્ટસ

પીવી સિંધુએ ભારતને અપાવ્યો 19મો ગોલ્ડ મેડલ : કોમનવેલ્થમાં ભારતને ગોલ્ડન સફળતાઓ – જાણો વધુ

પ્રદિપ ત્રિવેદી – જર્નાલિસ્ટ

  • મેડલ ટેલીમાં ભારત હવે ચોથા નંબરે આવ્યું

ટેબલ ટેનિસ સ્ટાર તેવી પીવી સિંધુ કોમનવેલ્થ ગેમ્સ 2022ની સિંગલ્સ ફાઈનલમાં ઉતરી અને ધમાકેદાર શરૂઆત કરી. તેણે પ્રથમ ગેમમાં કેનેડાની વર્લ્ડ નંબર 13 મિશેલ લીને 21-15થી હરાવી હતી. દુનિયાના નંબર 7 શટલર પીવી સિંધુનો સિંગલમાં આ પ્રથમ ગોલ્ડ મેડલ છે.

સતત બે વખત ઓલંપિક ચેમ્પિયન પીવી સિંધુએ કોમનવેલ્થ ગેમ્સમાં છેલ્લી બે સિઝનમાં 2014માં બ્રોન્ઝ અને 2018માં સિલ્વર મેડલ જીત્યો છે. સિંધુએ આ સિઝનમાં મિક્સ્ડ ટીમ ઈવેંડમાં સિલ્વર મેડલ જીત્યો છે. જ્યારે 2018માં કોમનવેલ્થ ગેમ્સમાં સિંધુએ મિક્સ્ડ ટીમ ઈવેંડમાં ગોલ્ડ જીત્યો હતો. 

પ્રથમ ગેમમાં મિશેલે સિંધુને થોડી ટક્કર આપી હતી, પણ બીજી ગેમમાં સિંધુએ તેને કોઈ મોકો આપ્યો નહોતો. બીજી ગેમ ભારતની સ્ટાર શટલરે 21-13થી જીતી હતી. તેની સાથે જ સિંધુએ કોમનવેલ્થ ગેમ્સમાં સિંગલ્સમાં પોતાના પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો છે. મેડલ ટેલીમાં ભારત હવે ચોથા નંબરે આવી ગયું છે. ભારતના ખાતામાં અત્યાર સુધીમાં 19 ગોલ્ડ, 15 સિલ્વર અને 22 બ્રોન્ઝ મેડલ આવી ચુક્યા છે.

Share

Related posts

લીલવા ઠાકોર ગ્રામ પંચાયતમાં મનરેગા યોજનામાં ખોટા બિલો પાસ કર્યાની જાગૃત નાગરિકની રજૂઆત.

gujaratjanekta

ફતેપુરા મુકામે નવીન બનાવેલ મસ્જીદે આઈશાનું ઉદ્ઘાટન હજરત મૌલાના મોહમ્મદ ઉસ્માન રહેમાની લુદયાનવી સાહબ ના વરદ હસ્તે કરવામાં આવશે

gujaratjanekta

INDVsSA: ડેબ્યૂ મેચ માટે તૈયાર 3 ભારતીય ખેલાડી, શું શિખર ધવન આજે આપશે તક?

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial