Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ભ્રષ્ટાચારી અધિકારીઓના કારણે ડબલ ₹ આપી મેડીકલ સ્ટોર્સોમાં નશાનો ધીકતો કારોબાર !! – જુઓ વિડીયો

 

સંકેત પંડ્યા – એડિટર

ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ પોલીસ વિભાગમાં વ્યાપેલ ભ્રષ્ટાચારના કારણે નિયમો માત્ર કાગળ ઉપર જ રહી ગયા છે જેથી બોટાદ જિલ્લામાં લઠ્ઠાકાંડ જેવી હોનારત સર્જાઇ છે. જેમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે તેમજ કેટલાક પરિવારનો આશરો છીનવાઇ ગયો છે. ત્યારે હવે પોલીસ વિભાગ દ્વારા દારૂના અડ્ડાઓ અને દારૂ પીનારા ઉપર કડક કાર્યવાહીના લીધે આસાનીથી દારૂ ન મળવાના કારણે બંધાણીઓ મેડિકલ સ્ટોર્સ માંથી કોડીન કફ શિરપ, અલ્પ્રાઝોલમ, નાઈટ્રાઝેપામ જેવી દવાઓ ખરીદી નશો કરી રહ્યા છે.ગુ જરાત ફાર્માસિસ્ટ એસોસિએશનના પ્રમુખ રજનીકાંત ભારતીયે જણાવ્યું હતુ કે ડ્રગ એન્ડ કોસ્મેટિક એક્ટ 1940 મુજબ ઉંઘવા માટે વપરાતી દવાઓ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન ઉપર ફાર્માસિસ્ટ જ વેચી શકે એમ છતાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગના ભ્રષ્ટ અધિકારીઓની દયાથી ગુજરાતમાં મોટા ભાગના મેડિકલ સ્ટોર્સ ફક્ત ફાર્માસિસ્ટના ભાડાના લાયસન્સ ઉપર જ ચાલે છે અને ફાર્માસિસ્ટ અન્યત્ર નોકરી કરતો હોય છે. આવી ગેરકાયદેસર પ્રવૃતિ ચાલવા દેવા બદલ ડ્રગ ઈન્સ્પેકટરો દ્વારા દર વર્ષે પાંચ હજાર થી દસ હજાર જેવુ નજરાણું લેવામાં આવે છે. હાલમા જ બનાસકાંઠા જિલ્લાના ડ્રગ ઇન્સ્પેકટર ચિત્રાંગ પટેલને પાંચ હજારની લાંચ લેતા એસીબી દ્વારા ઝડપી પાડેલ છે

ગુજરાતમાં લગભગ 70 ટકા મેડિકલ સ્ટોર્સ ફાર્માસિસ્ટના ભાડાના લાયસન્સ ઉપર ચાલી રહયા છે એમાંય કોરોનાના બે વર્ષના સમયગાળામાં લગભગ 10 હજાર જેટલા મેડિકલ સ્ટોર્સ ખુલી ગયા છે જેમાં મોટા ભાગના ગેરકાયદેસર છે હાલ પોલીસ નશાબંધીના કાયદાનું કડકાઈથી પાલન કરાવી રહી છે ત્યારે નશાના બંધાણીઓ દારૂની જગ્યાએ નશા અને ઊંઘ માટે વપરાતી દવાઓ મેડિકલ સ્ટોર્સમાંથી ખરીદી રહ્યા છે અને લેભાગુ મેડિકલ સ્ટોર્સ સંચાલકો જેઓ દવાની આડઅસરથી અજાણ છે એ વધુ નફો રળવાની લાલચમાં ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના ડબલ કિંમતે કોડીન કફ શિરપ, અલ્પ્રાઝોલમ, નાઈટ્રાઝેપામ જેવી દવાઓનું બેફામ વેચાણ કરી યુવાધનને બરબાદ કરી રહયા છે અને આફતને અવસરમા બદલી રહ્યા છે. અગાઉ પણ વટવા વિસ્તારમાં કોડીન કફ શિરપના સેવન થી બે યુવાનોના મોત નિપજ્યાં હતા ત્યારે ગંભીર ઘટના બન્યા પછી જ તબેલાને તાળાં મારવાની જગ્યાએ અગમચેતી વાપરી ફાર્માસિસ્ટના ભાડાના લાયસન્સ ઉપર મેડિકલ ખોલી બેસી ગયેલા લેભાગુ તત્વોના મેડિકલ સ્ટોર્સના તેમજ ભાડે લાયસન્સ આપી ગુનાહિત પ્રવૃતિમા સાથ આપનાર ફાર્માસિસ્ટ લાયસન્સ તાત્કાલિક રદ કરવા ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશન દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે.

Share

Related posts

દહોદ.જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને યોજાઈ પત્રકાર પરિષદ

gujaratjanekta

શારીરિક-માનસિક ત્રાસની ફરિયાદ: જામનગર જિલ્લા પંચાયતના કર્મચારી સામે પત્નીએ મારઝૂડની ફરિયાદ નોંધાવતા ચકચાર

Admin

દાહોદ જિલ્લાના કતવારા મુકામે થી નકલી નોટ સાથે બે આરોપીને પકડી પાડતી દાહોદ એસ.ઓ.જી શાખા

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial