સંકેત પંડ્યા – એડિટર
પંચમહાલ – મહીસાગર સહિત સંપૂર્ણ ગુજરાત રાજ્યના તલાટી કમ મંત્રીઓ અચોક્કસ મુદતની હડતલા ઉપર ઉતર્યા છે. જેથી કરીને ગ્રામ પંચાયતોમાં કામગીરી ખોરવાઈ છે. સંતરામપુરના ૪૦ તલાટીઓ તેમજ ગોધરા તાલુકાના 72 તલાટીઓ સહિત ગુજરાત રાજ્યના તમામ જીલ્લાની ગ્રામ પંચાયતોમાં કામગીરી કરતા તલાટી કમ મંત્રીઓ હડતાલ ઉપર જતાં ગ્રામ પંચાયતોની કામગીરી ખોરવાઈ છે. તલાટી કમ મંત્રીઓને એક તરફ કામનું ભારણ અને નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ સમજીને કામગીરી કરતા હોય છે તેમ છતાં સરકાર તેમની માંગણીઓ પૂરી કરવામાં અસફળ નિકળી છે તેવુ તલાટીઓના મુખે ચર્ચાનો વિષય બન્યો છે. આજે ગુજરાત ભરમાં તલાટી હડતાળ પર ઉતરેલા ત્યારે પંચમહાલ, મહીસાગર, દાહોદના અસંખ્ય તલાટીઓ તેમની સાથે હડતાલમાં જોડાયા હતા. પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવતા તલાટીઓએ સરકાર સામે બાહ્યો ચડાવી આઠ ચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતર્યા હતા.
જ્યા સુધી સમાધાન ના થાય ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાની ચીમકી આપેલી હતી. વર્ષ 2004 થી તલાટીની નોકરીમાં જોડાયા હોય તેમની સળંગ નોકરી ગણવી સહિત અન્ય મુદ્દાઓને લઈને તલાટીઓની માંગણી હતી. 9 મહિના પહેલા સરકારે બધાએ પ્રશ્નોનો ઉકેલ લાવવાની ખાતરી આપી હતી. ઘર ઘર તિરંગા યોજનામાં તલાટીઓ હિસ્સેદાર બનશે પણ પંચાયતને લગતી તમામ કામગીરીનો બહિષ્કાર કરવામાં આવશે એવું નક્કી કરાયું છે. તમામ તલાટીઓ સરકારી whatsapp ગ્રુપમાં બાકાત થઈ જશે તેથી સરકારને પંચાયતની કામગીરીની કોઈ માહિતી મળી શકશે નહીં. આમ તલાટીઓ પોતના પ્રશ્નો મુદ્દે સરકાર સામે આક્રમણ રીતે લડત આપવાના મૂળમાં છે. ગુજરાતની તમામ પંચાયતોમાં તાળા મારી તલાટીઓ ડી.ડી.ઓ ને ચાવી સોપી અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સિવાયની બધી કામગીરીનો બહિષ્કાર કરશે તેવુ તલાટી કમ મંત્રીઓના મુખે સંભળાઈ રહ્યુ છે.

