Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ફતેપુરા તાલુકામાં આવેલ સરકારી પ્રાથમિક શાળાઓમાં મ.ભો. યોજનાના કેન્દ્રો પર સંચાલક કમ-કુક ની જગ્યા માટે ઉમેદવારોએ મ.ભ.યો.શાખા, મામલતદાર કચેરી ફતેપુરા ખાતેથી ફોર્મ મેળવી લેવા

ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા

ફતેપુરા સને-૨૦૨૫/૨૬ ના ચાલુ શૈક્ષણિક વર્ષ દરમિયાન ફતેપુરા તાલુકામાં આવેલ સરકારી પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રો ઉપર સંચાલક કમ-કુક ની ખાલી જગ્યા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી ઉમેદવારી કરવા માટે નિયત નમુનામાં અરજી ફોર્મ રજીસ્ટર પોસ્ટ એડીથી અથવા મધ્યાહન ભોજન યોજના શાખા મામલતદાર કચેરી ખાતે રૂબરૂમાં તા.૧૨/૦૫/૨૦૨૫ સુધી કચેરી સમય દરમ્યાન મંગાવવામાં આવે છે.પીપલીયા મુખ્ય પ્રા.શાળા, સંગાડા.ફ.વર્ગ વટલી પ્રા.શાળા, બુડાઘરા.ફ.વર્ગ માઘવા પ્રા.શાળા, કાછલા.ફ.વર્ગ હિગલા પ્રા.શાળા, નાળ.ફ.વર્ગ નાનીચરોળી પ્રા.શાળા એમ કુલ ૫ કેન્દ્રો ખાતેની જગ્યા માટે ઉમેદવારોએ અરજી કરવાની રહેશે. નિમણૂંક અંગેની લાયકાત/શરતો કચેરીના નોટીસ બોર્ડ પર કચેરીના સમય દરમ્યાન જોઈ શકાશે. મામલતદાર કચેરી, ફતેપુરા મભય શાખામાંથી ફોર્મ મેળવવાનું રહેશે એમ મામલતદારશ્રી ફતેપુરા દ્વારા જણાવાયું છે.

Share

Related posts

ઝાલોદ તાલુકામાં ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત નિશ્ચય પોષણ કીટનું વિતરણ

gujaratjanekta

પાંડુરંગવણીકર ઉત્તર બુનિયાદીવિદ્યાલયઅભલોડમાગરબાડાતાલુકાનીસૂર્યનમસ્કાર સ્પર્ધા યોજાઈ

gujaratjanekta

પ્રધાનમંત્રી આદિ આદર્શ ગ્રામ યોજના હેઠળ સીસી રોડનું કામ મંજૂર કરવામાં આવ્યું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial