Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

DRDA ના કરાર આધારિત કર્મચારીઓની પડતર પ્રશ્નો અંગે મુખ્યમંત્રીને રજુઆત : માંગ નહી સ્વીકારાય તો ઉગ્ર વિરોધ !! – જાણો વધુ

સંકેત પંડ્યા – એડિટર

ગુજરાત રાજ્યભરમાં ગ્રામ વિકાસ વિભાગ હેઠળ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અંતર્ગત જીલ્લા, તાલુકા અને ગ્રામ્યકક્ષાએ મહેકમની જગ્યાઓ પર ૧૧ માસના કરાર આધારિત કર્મચારી તરીકે વર્ષ ૨૦૦૭ થી અત્યાર સુધી કાયમી કર્મચારીઓ જેવી સમાન ફરજો છેલ્લાં ૧૪ વર્ષથી બજાવતાં કર્મચારીઓ મોટી સંખ્યામાં ગાંધીનગરના સેક્ટર-૧૨માં ઉમિયા મંદિરના ઉમા સમાજ ભવન ખાતે એકઠાં થયાં હતા. તેમાં મોટી સંખ્યામાં કર્મચારીઓના પ્રતિનિધિઓએ સચિવાલયમાં સ્વર્ણિમ સંકુલ ખાતે મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી તેમને કાયમી કરવા સાથે મળવાપાત્ર લાભો સહિતના પડતર પ્રશ્નો અંગે રજુઆત કરી હતી. જે અંગે મળતી માહિતી અનુસાર મુખ્યમંત્રીએ સકારાત્મક પ્રત્યુત્તર પાઠવ્યો હતો.

ગુજરાત સરકાર દ્વારા લાંબા વર્ષોથી અપનાવાઈ રહેલી ફિક્સ પે નીતિ સામે વારંવાર વિરોધ વંટોળ ઉભા થઇ રહ્યાં છે અને લાંબા સમયથી ફિક્સ પગારમાં કાર્યરત કર્મચારીઓ દ્વારા તેમને કાયમી કરવા અંગેની માંગો ઉઠવા પામી રહી છે. ગ્રામ વિકાસ એજન્સીમાં ૧૧ માસના કરાર આધારિત ફરજ બજાવી રહેલા કર્મચારીઓ ને વર્ષ ૨૦૦૭ થી અત્યાર સુધી કાયમી કર્મચારીઓ જેવી સમાન ફરજો , છેલ્લાં ૧૪ વર્ષથી જે કરાર આધારિત કર્મચારીઓ બજાવી રહ્યાં છે તેમના દ્વારા જે કર્મચારીઓના સળંગ પાંચ વર્ષ પુરા થયાં છે તેમને કાયમી કરવા, સહિત ના પડતર પ્રશ્ર્નો અંગે મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવી હતી. આ પડતર પ્રશ્નોમાં કર્મચારીઓને ભારત સરકારના ગ્રામીણ વિકાસ વિભાગના તા. ૧લી નવેમ્બર, ૨૦૨૧ના પત્ર અન્વયે એડમિનના કર્મચારીઓને કાયમી કરી જિલ્લા પંચાયતમાં સમાવેશ કરવા, પાંચ વર્ષ પુરા કર્યા હોય તેવા કર્મચારીઓ માટે બઢતીના નિયમો નક્કી કરવા, સરકારના પ્રવર્તમાન પગાર પંચનો લાભ આપવા, વખતોવખત બહાર પાડવામાં આવતાં ઈજાફા અને મોંધવારી ભથ્થાં આપવા, મળવાપાત્ર તમામ રજાઓનો લાભ આપવા, ૩ મહિનાથી વધુના ચાર્જ માટે સમાન હોદામાં ૫ ટકા અને ઉચ્ચ હોદ્દામાં ૧૦ ટકા ચાર્જ એલાઉન્સ આપવા તેમજ પગાર અંગેની વિસંગતતા દૂર કરી પગારવધારો આપવા વગેરેનો સમાવેશ થાય છે.

ત્યારે જોવાનું એ રહ્યું કે શું ગુજરાત સરકાર DRDA માં વર્ષોથી કામ કરી રહેલા અને સરકારી યોજનાઓ નો લાભ લોકો સુધી પહોચાડી રહેલા આ કરાર આધારિત કર્મચારીઓને કાયમી કરશે કે પછી હાથતાળી આપશે !!

Share

Related posts

અમદાવાદમાં રખડતા પશુનો ત્રાસ ચાલુ જ છે, નવ મહિનામાં રખડતા પશુની ૨૮૮૫ ફરિયાદ, ૧૨૪૮ કેસમાં ચાર્જશીટ દાખલ

Admin

આદિજાતિ પટેલીયા પરિવાર વડોદરા ના મેમ્બર દ્વારા મેડિકલના સાધનો તેમજ અન્ય સુવિધાઓ મેનેજર શ્રી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા પાદરા, વડોદરા દ્વારા પાંચવાડા અને ગાંગરડી ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીએસસી ને અર્પણ કરવામાં આવ્યા.

gujaratjanekta

દર મહિને ૧૫% નફાની લાલચ : કાલોલ પંથકમાં નડિયાદની એક કેપિટલ ફાઇનાન્સ કંપની અને એજન્ટ બનેલા ખાનગી શાળાના શિક્ષકે રોકાણકારો પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા બાદ હાથ અધ્ધર કરી દીધા હોવાની સ્ફોટક ચર્ચાઓ..!! – જાણો વધુમાં

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial