Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

શુ આ છે ગુજરાતની મોડેલ સ્કુલ ? : ૧૮ વર્ષથી Sintex ના પ્લાસ્ટિક માંથી બનાવેલી સરકારી શાળામાં ભણતા બાળકો-જાણો વધુ

સાહિલ શેખ – પત્રકાર

સંતરામપુર તાલુકાની સરસવા પ્રાથમિક શાળામાં બાળકોને અભ્યાસ માટે 18 વર્ષથી પાકું મકાન જ નથી. સરકારનું સૂત્ર “સૌ ભણે… સૌ આગળ વધે” પરંતુ આ બધી બાબતો માત્ર કાગળ ઉપર જ હોય તેમ દેખાય રહ્યું છે સંતરામપુર તાલુકાની સરસવા ગામે ધાવડા તલાવડી વર્ગ પ્રાથમિક શાળામાં 50 બાળકો ધોરણ 1 થી 5 માં અભ્યાસ કરી રહ્યા છે.

આ આદિવાસી વિસ્તારમાં ગરીબ બાળકોને અભ્યાસ કરવા માટે અને શાળામાં બેસવા માટે પાકા મકાનના બદલે છેલ્લા 18 વર્ષથી sintex ના પ્લાસ્ટિકના બનાવેલ મકાનમાં ભણવુ પડે છે જે જર્જરીત અને તકલાદી હાલતમાં છે. વર્ષ 2003 માં આ પ્લાસ્ટિક સીટો દ્વારા શાળાનું બાંધકામ કરવામાં આવેલું હતું. અત્યાર સુધી નવું બાંધકામ હજુ સુધી કરવામાં આવ્યુ નથી.

પ્રાથમિક શાળાના આચાર્ય એ શાળાની મંજૂરી માટે બાંધકામની વારંવાર લેખિતમાં અને એસ.એમ.સી ના સભ્યોને પણ ઠરાવ કરેલો છે પરંતુ હજુ સુધી કામગીરી હાથ ધરવામાં આવી જ નથી. ઉનાળા ગરમી દરમિયાન આવા પ્લાસ્ટિકની બનાવેલી પ્રાથમિક શાળામાં વધારે બેસી રહેવાથી ૩૫ થી ૪૦ ડીગ્રી ગરમી પણ થતી હોય છે જેથી બાળકોના આરોગ્ય માટે જોખમી કારક છે. ચારે બાજુથી પ્લાસ્ટિકની સુવાસ આવતા અને વધારે તેનો ઉપયોગ કરવાથી ગંભીર બીમારી પણ થઈ શકે છે. એક તરફ સરકાર પ્લાસ્ટિકની વસ્તુ ઉપર પ્રતિબંધ મૂકે છે જ્યારે બીજી તરફ આવી પ્લાસ્ટિકની ઉભી કરેલી પ્રાથમિક શાળાથી બાળકોને હાનિ પહોંચી રહી છે તેવુ સ્પષ્ટપણે દેખાય રહ્યું છે.

આ પ્રાથમિક શાળાના પ્લાસ્ટિકના દરવાજા દર 15 દિવસે તૂટી જાય છે જેથી સૌથી મોટો પ્રશ્ન એ છે કે પ્રાથમિક શાળાનો રેકોર્ડ સુરક્ષિત રહી શકતો નથી અને તેને સાચવવા માટે આચાર્યે પોતાની પાસે દરરોજ સાચવીને રાખવાનુ અને સલામત લાવવાનું કામ કરવુ પડે છે. આ વિસ્તારની પ્રાથમિક શાળામાં પાકા મકાન નથી જે શરમ જનક વાત કહેવાય ત્યારે પ્રશ્ર્ન એ થાય છે કે શું આને કહેવાય ગુજરાત મોડેલ સ્કૂલ ?

Share

Related posts

સુરત જિલ્લા એલ.સી.બી. પોલીસે મોબાઈલ ચોરીના બે રીઢા ચોરટાઓને દબોચ્યા

gujaratjanekta

ગુજરાતમાં 23 આઈએએસની બદલી, જાણો અમદાવાદના કલેક્ટર-એએમસીના કમિશનર તરીકે કોની નિયુક્તી

gujaratjanekta

ઝાલોદ નગરપાલિકા પ્રાંગણમાં રાષ્ટ્રગીત “વંદે માતરમ્” ના મૂળ સ્વરૂપનું સમૂહગાન તથા “સ્વદેશી શપથ” નો કાર્યક્રમ યોજાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial