Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદની આર્ટ્સ અને કોમર્સ કોલેજમાં એન.એન.એસ દિવસની ઉજવણી કરવામાં આવી.

પંકજ પંડિત

ઝાલોદની શ્રી કે. આર. દેસાઈ આર્ટ્સ અને કોમર્સ કોલેજ ખાતે એન.એન.એસ દિવસની ઉજવણી ઉત્સાહ પૂર્વક કરવામાં આવી. આ કાર્યક્રમમાં એન.એન.એસના વિદ્યાર્થીઓ દ્વારા જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. જેમાં નૃત્ય, ગીત, જનજાગૃતિ માટે નાટક, એકપાત્રીય અભિનય વગેરે પ્રસ્તુત કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં મેઘનાબેને એન.એન.એસનો પરિચય આપ્યો હતો. એન. એન. એસ. વિભાગના કૉ ઓર્ડીનેટર ડૉ. બહાદુરસિંહ ગોહિલ સાહેબે બધા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું હતું. કોલેજના આચાર્ય મધુકરભાઈ પટેલ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સંચાલન હર્ષદભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કોલેજનો શૈક્ષણિક સ્ટાફ તથા મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Share

Related posts

મુખ્યમંત્રીના હસ્તે શ્રમ સન્માન પોર્ટલનું કરવામાં આવ્યું લોકાર્પણ, 22 ભોજન કેન્દ્રોનો સમાવેશ

gujaratjanekta

ફતેપુરા તાલુકાના નીંદકાપૂર્વ ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો ધારાસભ્યશ્રી રમેશભાઈ કટારાની અધ્યક્ષતામાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

gujaratjanekta

ફતેપુરા તાલુકા ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ગાયત્રી પ્રજ્ઞાપીઠ લીંબડીયા ફતેપુરા દ્વારા 24 કુંડીયા શક્તિ સર્વધન ગાયત્રી મહાયજ્ઞને ચાલતી તડામાર તૈયારીઓ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial