Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

મહીસાગર માતા મુક્તિ ધામ ટ્રસ્ટ દ્વારા દેગમડા ખાતે નવીન સ્મશાન ગૃહનું નિર્માણ કાર્ય પુરજોશમાં – જાણો વધુ

જગદીશ ત્રિવેદી – પત્રકાર

મહીસાગર માતા મુક્તિધામ ટ્રસ્ટ દ્વારા દેગમડા મહીસાગર નદીના કીનારા ખાતે નિર્માણ પામી રહેલ નવીન સ્મશાન ગૃહ માટે આર્થિક સહયોગ અર્થે ખાનપુર તાલુકાના ઝેઝા, ખૂટેલાવ, કનોડ, પાદેડી, બામરોડા, છાપરી, બેડવલ્લી, નરોડા, ડાભિયાના મુવાડા, ભેડિયા તથા વીરપુર તાલુકાના ડેભારી, સરદારપુરા, ગંધારી વિગેરે ગામોમાં મિટીંગ ગોઠવાઇ હતી. જેમાં કુંભરવાડી ગામનો વિશેષ આર્થિક સાથ સહકાર થકી સહયોગ રહ્યો હતો.

 

મહીસાગર જીલ્લાના વિવિધ ગામના લોકો સાથે થઈ બેઠક

આ ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રી અને શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ (ગુજરાત પ્રદેશ) ના ઉપપ્રમુખ શ્રી શૈલેશકુમાર ઠાકર ,શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ મહીસાગર જિલ્લાના પ્રમુખ શ્રી રાકેશભાઈ પંડ્યા (શાકવાળા), જિલ્લા પાટીદાર સમાજના પ્રમુખશ્રી મહેશભાઈ પટેલ, પંચમહાલ ડેરીના ડાયરેક્ટર શ્રી હસમુખભાઈ પટેલ પંચમહાલ ડેરીના માજી ડિરેક્ટર શ્રી વી.એલ.પટેલ, ખાનપુર એ.પી.એમ.સી.ના ચેરમેન શ્રી ભુલાભાઈ પટેલ, શ્રી રમેશભાઈ પંડ્યા (પંડ્યાના મુવાડા) તથા વિવિધ ગામોના આગેવાન શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતાં. નવીન સ્મશાનગ્રૃહ બનાવવા માટે ગામના લોકો તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો.

Share

Related posts

દેસાઈવાડાની આંગણવાડીમાં નાના બાળકો દ્વારા રામોઉત્સવ ની સાથે સાથે લોટના કોડિયા બનાવી તેમાં દીપ પ્રગટાવવામાં આવ્યાં હતા.

gujaratjanekta

બોરવાણી પીએચસી ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ મોબાઇલ ટીબી એક્સ-રે વાન દ્વારા ૧૬૯ દર્દીઓની કરાઇ તપાસ૧૦૦ દિવસીય સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશ અંતર્ગત વિશેષ આરોગ્ય કેમ્પનું આયોજન

gujaratjanekta

સુરતમાં કાર્યકરો ઉમેદવારો માટે પડકાર, 2017ની ચૂંટણીમાં સુરતમાં 13 લાખ મતદારો મતદાન કરવા માટે ફરક્યા નહોતા

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial