Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

વડોદરા પાલિકાએ પ્રિ મોનસૂનના નામે કરેલા દાવાઓ ખોટા : ઠેર ઠેર પાણી ભરાયા – જાણો વધુ

સંકેત પંડ્યા – એડિટર

વડોદરા જીલ્લામાં મંગળવાર સવારથી છૂટાછવાયા ઝાપટાબાદ બપોરે 4 થી રાત્રે 1 વાગ્યા સુધીમાં 3 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો અને પાણી ભરાયા હતા. જેના કારણે વડોદરા શહેરના આજવા રોડ, વાઘોડિયા રોડ, ખોડિયાર નગર, ચાર દરવાજા, રાવપુરા, નવા બજાર, નવાપુરા, દાંડીયા બજાર, રાજમહેલ રોડ, ફતેગંજ, ગોરવા, સુભાનપુરા સહિતના વિસ્તારો તળાવમાં ફેરવાઈ ગયો હતો. જ્યારે 85 થી વધુ સોસાયટી વિસ્તારોમાં પાણી ઓસરવાનું નામ નથી લઇ રહ્યાં. 250 થી વધુ ઘરો-દુકાનોમાં પાણી ભરાવાથી વરસાદના કારણે વેપારીઓએ બજાર વહેલું બંધ કરી દીધું હતું. બે દિવસમાં શહેરમાં 138 મિમી સાડાપાંચ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. ઠેર ઠેર ટ્રાફિક જામનાં દશ્યો પણ સર્જાયા હતાં. અંદાજે 20 હજારથી વધુ લોકો ટ્રાફિકમાં અટવાયા હતા.150થી વધુ ઘરો-દુકાનોમાં પાણી ભરાયા હતા. મેયર કેયુર રોકડીયાએ સાંજે સિટી કમાન્ડ કંટ્રોલ ખાતે પહોંચી માહિતી મેળવી તેમણે દાવો કર્યો કે, 10 ઈંચ વરસાદ પડે તો પણ પાલિકા સક્ષમ છે જ્યારે વડોદરા શહેરના વરસાદી ચિત્રો કંઈ અલગ જ દેખાય છે.

વડોદરાના કેટલાંક વિસ્તારમાં પાણી ભરાયા

વૈકુંઠ ચાર રસ્તાથી અંદર આવેલ ફિનિક્સ રેસી-કોમ, રુદ્રાક્ષ બ્લિસ સહિત અનેક સોસાયટી બહાર વરસાદી પાણીના ભરાવા વચ્ચે કાદવ-કીચડનું સામ્રાજ્ય છવાતા અવર જવર કરતાં વિધ્યાર્થીઓ, રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. કાદવ-કીચડ તેમજ ઘુંટણ બરાબર પાણીમાં વચ્ચેથી પસાર થવું જોખમી બન્યુ છે ત્યારે રસ્તા પર અવર જવર કરતા લોકોને પડવા વાગવાનો પણ ભય સતાવી રહ્યો છે ત્યારે વહેલી તકે વડોદરા પાલિકા આ સમસ્યાનનું કાયમી નિરાકરણ લાવશે કે પછી પ્રિમોનસુન ની કામગીરી કરી હોવાના દાવાઓ કરશે !

વડોદરામાં અતિભારે વરસાદની આગાહીને પગલે પાલિકાએ જાહેર કર્યા હેલ્પલાઇન નંબર

ગુજરાત ભરમાં છેલ્લા 24 કલાક કરતા વધુ સમયથી સતત વરસાદ વરસી રહ્યો છે ત્યારે મોટાભાગના જિલ્લાઓમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. કેટલાક જિલ્લાઓ સંપર્ક વિહોણા બનતા NDRF અને ફાયર બ્રીગેડની ટીમે રેસ્ક્યૂની કામગીરીમાં લાગી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા વડોદરામાં પણ આગામી સમયમાં અતિભારે વરસાદની આગાહી કરી છે.

જેને ધ્યાને લઇ પાલિકા દ્વારા શહેરીજનોને સાવચેતી રાખવા અને સાવધાન રહેવા તેમજ આફતના સમયમાં મદદ માટે નાગિરોકને 101 અથવા નિચે મુંજબના નંબરો ઉપર સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે.

Share

Related posts

ઝાલોદ નગરના નાના ફેરિયાઓ અને હાથલારી પર વ્યાપાર કરતા વ્યાપારી દબાણ હટાવ ઝુંબેશનો ભોગ બનતા વહીવટી તંત્રને ન્યાય માટે અરજી કરી

gujaratjanekta

સંતરામપુર ડેપો ની ગંભીર બેદરકારી સામે આવી ફતેપુરા થી સંતરામપુર જતી બસનું ટાયર નીકળી જતા મોટી જાનહાની ટળી

gujaratjanekta

તરસાલી આઇ ટી આઇ વડોદરા ખાતે રોજગાર એપ્રેન્ટિસ ભરતી મેળો અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિર યોજાશે

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial