Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

શહેરના રસ્તાઓ પર ખાડા ભલે રહે પણ એક મકાન સુધી રસ્તો બનાવવા નગરપાલિકાએ ₹ ૩ લાખ ખર્ચ કર્યો !! – જાણો વધુ

સાહિલ શેખ – પત્રકાર

મહીસાગર જીલ્લા ની સંતરામપુર પાલિકા એક જ પરિવારની સુવિધા માટે આશરે 3 લાખ રુપિયા ખર્ચીને રસ્તો બનાવ્યો તેની પાછળનું કારણ શું હોઈ શકે તે સંતરામપુરના લોકોને પણ સમજાતું નથી. નગરપાલિકા આ રીતે સરકારી નાણા નો દુર ઉપયોગ કરી રહી છે ત્યારે જાગૃત નાગરિક દ્વારા અવાર નવાર રજુઆત કરી હોવા છતાં કોઈ કાર્યવાહી થતી નથી.

સંતરામપુર વોર્ડ નંબર 1 વિસ્તારમાં આવેલ સંત જૂના તળાવ, એક જ પરિવાર અને એક જ મકાન જ્યાં પોતાનું આંગણું ગણાતું હોય છે તે આંગણામાં નગરપાલિકાએ આખો રસ્તો બનાવ્યો તેના પાછળનો હેતુ શું હોય શકે તે લોકોને સમજાતું નથી ! આ જ રીતના જુના તળાવના આશરે 10 જેટલા રસ્તાઓ બનાવ્યા છે ત્યારે બીજી બાજુ વોર્ડ નંબર 3 માં સુખી નદીની સામે શ્રી સરકાર અને ડુબાણ વિસ્તાર ગણાતો હોય ત્યાં પણ એક જ વ્યક્તિ રહે છે આમ છતાં સંતરામપુર નગરપાલિકાએ રસ્તાની કામગીરી હાથ ધરી છે.

હાલમાં સંતરામપુર નગરમાં જાહેર રસ્તાઓ ઉપર મોટા મોટા ખાડાઓને કારણે નગરના નાગરિકો મુશ્કેલી વેઠી રહ્યા છે ત્યારે પાલિકામાં હોદ્દાઓ લઈને બેઠેલા ચુંટાયેલા જનસેવક ખાડા પણ પુરવા તૈયાર નથી કે નવા રસ્તા બનાવવા તૈયાર નથી. પરંતુ બિનજરૂરી રસ્તા બનાવવામાં નગરપાલિકાને રસ કેમ જાગ્યો, તેવી સંતરામપુર નગર માં લોકમુખે થતી ચર્ચાઓએ જોર પકડું છે ત્યારે જોવાનું એ રહ્યું કે જવાબદાર સામે કોઇ કાયદેસરના પગલા ભરાશે કે પછી પોતાની મનમાની ચલાવશે !!

Share

Related posts

ભારતમાં પણ વધી રહ્યો ચીનવાળો કોરોના વેરિયન્ટ! છીંક-માથાનો દુખાવો જેવા આ 16 લક્ષણો દેખાય તો થઈ જાવ સાવધાન

Admin

જીલ્લા રોજગાર કચેરી દાહોદ દ્વારા દાહોદ ખાતે જીલ્લા કક્ષાનો રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળો અને સ્વરોજગાર માર્ગદર્શન શીબીર યોજાઈ

gujaratjanekta

ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું, ધો. 6 થી 12 ના 225 વિદ્યાર્થીઓએ લીધો ભાગ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial