Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ નગરમાં નવરાત્રીના પવિત્ર દિવસો દરમિયાન મટનની દુકાનો અને કતલખાના બંધ રાખવા સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા માંગ કરાઈ

પંકજ પંડિત

ઝાલોદ નગરમાં ગેરકાયદેસર રીતે ચાલતી માંસ મટનની દુકાનો તેમજ કતલખાનાઓ ધમધમી રહેલ છે. સરકાર દ્વારા લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે માંસ મટની દુકાનો ચલાવવી એ ગુનો બને છે તેવું જાહેરનામું પાડવામાં આવેલ છે છતાંય કેટલાક વિસ્તારોમાં સરકાર દ્વારા જાહેર પાડવામાં આવેલ આવા જાહેરનામાને ઘોળીને પી ગયેલ હોય તેમ લાગે છે અને બિન્દાસ રીતે ખુલ્લેઆમ માંસમટનની દુકાનો ચલાવી રહેલ છે. આવી દુકાનો બંધ કરાવવા માટે કેટલીય વાર માંગ કરવા છતાંય આવી દુકાનો ચાલે છે અને તેથી હિન્દુ સમાજના લોકો દ્વારા મોટા ઉત્સવમા માંસ મટનની દુકાનો બંધ કરવા માંગ કરવામાં આવે છે. ઝાલોદ સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા આજરોજ તારીખ 01-10-2024 મંગળવારના રોજ મામલતદાર કચેરીએ જઈ નવરાત્રીના પવિત્ર દિવસોમાં માંસમટનની દુકાનો સદંતર બંધ રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.ઝાલોદ નગરમાં કેટલાક વિધર્મીઓ દ્વારા હિન્દુ દેવી દેવતાઓના ભળતા નામથી ખાણી પિણીની દુકાનો ચલાવવામાં આવી રહેલ છે હિંદુ દેવી દેવતાઓના ભળતા નામથી વિધર્મીઓ પોતાની વાસ્તવિક ઓળખ છૂપાવી વ્યાપાર કરતા સમગ્ર હિન્દુ સમાજમા રોષ જોવા મળે છે અને હિન્દુ નામથી વ્યાપાર કરતા હિન્દુ સમાજના લોકો દ્વારા માંગ કરવામાં આવેલ છે કે ખાણી પીણી ની આવી દુકાનો વાળા પોતાની વાસ્તવિક ઓળખ સાથે વ્યાપાર કરે તેવી માંગ કરવામાં આવી હતી.

Share

Related posts

મતદાન મથકની ૨૦૦ મીટરની ત્રિજયા વાળા વિસ્તારમાં ચૂંટણીનો પ્રચાર કરી શકાશે નહીં, પક્ષ-ઉમેદવારના ચૂંટણીના ચિન્હો દર્શાવી શકાશે નહી

gujaratjanekta

રાજકોટમાંથી ફરી ઝડપાયું બેન પ્લાસ્ટિક: કુલ ૫૮ હજારથી વધુનો દંડ વસૂલયો

Admin

દાહોદ જીલ્લામાં વેટલેન્ડ પક્ષીઓની વસ્તી ગણતરી હાથ ધરાઈ : ૩૦૦૦ કરતા વધુ પક્ષીઓનું આગમન – જુઓ VIDEO

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial