Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ નગરના કોળીવાડા માંથી ગૌ માંસ સાથે એક વ્યક્તિની અટકાયત કરાઈ12 કિલો ગૌમાંસ પોલિસ દ્વારા જપ્ત કરાયો

પંકજ પંડિત

ઝાલોદ નગરમાં હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહેલ છે અને આ શ્રાવણ માસ દરમ્યાન નગરમાં ચાલતા ગેરકાયદેસર માસ મટનની દુકાન અને કતલખાના બંધ રાખવામાં હિન્દુ સમાજ દ્વારા માંગ કરવામાં આવી હતી. હિન્દુ સમાજની માંગને લઈ પી.આઈ ગૌરવ ગામીત દ્વારા શાંતિ સમિતિની મીટીંગ ભરવામાં આવી હતી. આ શાંતિ સમિતિની મીટીંગમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા શ્રાવણ માસના પવિત્ર સોમવાર, કાવડ યાત્રા તેમજ ભોળાનાથની શોભાયાત્રા દરમ્યાન દુકાનો બંધ રાખવા માટે બંને પક્ષોની સમજાવટ બાદ નક્કી કરાયું હતું તેમજ નગરમાં ગૌમાંસ નહીં વેચાય તેવું પણ મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા સંમતિ આપવામાં આવી હતી. મુસ્લિમ સમાજના દ્વારા આપવામાં આવેલ મૌખિક સંમતિ કરાર બાદ પણ કોળીવાડા વિસ્તારમા મસ્જિદ પાસે આવેલ એક મકાનમાં ગૌમાંસ વેચાતું હોવાની બાતમી પોલીસને મળેલ હતી.
ઝાલોદ પોલિસને 29-07-2025 ના રોજ એક બાતમી મળેલ હતી કે કોળીવાડા વિસ્તારમાં અલ્તાફભાઈ મહંમદભાઈ મોઢીયાના મકાનમાં ગૌમાંસ વેચાઈ રહેલ છે તેને લઈ ઝાલોદ પોલીસના પી.આઈ ગૌરવ ગામીત તાત્કાલીક તપાસ અર્થે પહોંચી ગયેલ હતા. ત્યાં જઈ તપાસ કરવામાં આવતા પોલીસ દ્વારા લાયસન્સ માંગતા તે મળી આવેલ ન હતું જેથી આ મકાનમાં ગેરકાયદેસર રીતે માસ-મટનનો વેપાર થઈ રહેલ હોવાનું જાણવા મળેલ હતું. પોલિસ દ્વારા તપાસ કરાતા અંદાજીત 12 કિલો માંસ જેની અંદાજિત કિંમત 2400 મળી આવેલ હતો. પોલિસ દ્વારા ઝડપાયેલ આ માસ ગૌમાંસ છે કે નહીં તેની તપાસ કરવા માસનું સેમ્પલ સુરત એફએસએલ કચેરી ખાતે મોકલવામાં આવેલ હતું. 30-07-2025 ના રોજ સુરત ખાતે એફ.એસ.એલનો રિપોર્ટ આવી જતાં ઝાલોદ પોલીસ દ્વારા ગેરકાયદેસર રીતે કતલખાનુ ચલાવનાર અલ્તાફ મહંમદ મોઢીયાની અટકાયત કરી ઝાલોદ પોલિસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ઝાલોદ હિન્દુ સમાજ દ્વારા ગેરકાયદેસર ચાલતી માસ મટનની દુકાનો તેમજ કતલખાનાઓ બંધ કરવા કેટલીય વાર લેખીત અને મૌખિક રજૂઆતો કરેલ છે પરંતુ કાયદાનો કોઈ ડર નહી હોવાથી તેમ નગરમાં કેટલાય માસ મટન કતલખાનાઓ બેખોફ ચાલી રહેલ છે. આવા ગેરકાયદેસર કતલખાનાઓ તેમજ લાયસન્સ વગર દુકાનો ખોલી માસ મટન વેચતા દુકાનો પર કાયદેસર પગલા ભરવા નગરના હિન્દુ સમાજ દ્વારા માંગ કરવામાં આવેલ છે.

Share

Related posts

સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાન-રાજકોટ ‘અમૃત મહોત્સવ’: પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું વર્ચ્યુઅલ ઉદબોધન

Admin

ઝરખલા પ્રાથમિક શાળા ખાતે વન્યપ્રાણી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો

gujaratjanekta

કશ્મીરના પહેલગાવ માં થયેલ આતંકી હુમલાને સખ્ત શબ્દોમાં વખોડતા શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના પ્રમુખશ્રી શૈલેષ ઠાકર – જાણો વધુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial