Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

મહીસાગર જિલ્લામાં પોલીસ કર્મચારીઓનો અશ્રુભીની આંખે વિદાય-સત્કાર સમારંભ યોજાયો – જાણો વધુ

સંકેત પંડ્યા – એડિટર

મહીસાગર જિલ્લામાં આજરોજ એક સાથે 14 – ASI અને 1 – એમ.ટી PSI બારીઆ સાહેબ સાથે 15 જેટલા પોલીસ કર્મચારીઓનો વિદાય સત્કાર સમારંભ જીલ્લા કક્ષાએ તેમજ તાલુકા કક્ષાએ યોજાયો હતો. આ વિદાય સમારંભો માં જુદી જુદી જગ્યાએ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાકેશ બારોટ, નાયબ પોલીસ અધિક્ષકશ્રી, જીલ્લા હેડક્વાર્ટર અધિક્ષકશ્રી, પી.આઈ, પી.એસ.આઈ તેમજ સાથી કર્મચારીઓ ઉપસ્થિત રહી પુષ્પગુચ્છથી તે સૌ પોલીસ મિત્રોનું સન્માન કરવામાં આવ્યું હતુ.

મહીસાગર જીલ્લા હેડક્વાર્ટરથી વિદાય લઈ રહેલા ASI – નાગેન્દ્રસિંહ એમ. સોલંકી એ જણાવ્યું હતું કે ૩૫ થી ૩૭ વર્ષના ખુબ લાંબા સમય સુધી અમારા સાથી મિત્રો સાથે જુદા જુદા ડીપાર્ટમેન્ટમાં રહી લોકોના પ્રશ્ર્નો ને પોતાના સમજી સેવાકીય રીતે પોલીસ સ્ટાફમાં રહી કામ કરવા મળ્યું તે મારા માટે ગૌરવ સમાન છે.

પોલીસ કર્મચારીઓને અશ્રુભીની આંખે આપી વિદાય
સંવેદનશીલ અધિકારીને આપી ભાવભરી વિદાય

અન્ય પોલીસ કર્મીઓેએ પણ આ કાર્યકાળ દરમિયાન થયેલા પોતાના અનુભવો, પોતાની કાર્યશૈલી, સિંદ્ધાતો વિશે વાત કરી હતી. અધિકારીઓ ભલે બદલી થઈને જાય પરંતુ તેમણે શરૂ કરેલા લોકાપયોગી કાયદાકીય નિતિ નિયમો અને માર્ગદર્શન યથાવત ચાલુ રહેવા જોઈએ તેમ જણાવ્યું હતું.
આ વિદાય સત્કાર કાર્યક્રમમાં ઉપસ્થિત અધિકારીઓ, કર્મચારીઓએ પોતાના સાથી મિત્રો સાથે પોતાના સંસ્મરણો વાગોળ્યા હતા. સૌએ કોવિડ દરમિયાન સંકલન ના ભાગરુપે કરેલી કામગીરી, અન્ય નાના મોટા કર્મચારીઓ પ્રત્યે સંવેદનશીલ વ્યવહાર, સૌમ્ય વ્યક્તિત્વના વિવિધ પાસાઓના પરિચય આપતા સૌ કોઈએ ભીની આંખે પોલીસ જવાનોને વિદાય આપી હતી.

Share

Related posts

ઝાલોદ તાલુકા રામપુરા ગામે તાલુકા પંચાયત ના પૂર્વ પ્રમુખ અનિતાબેન મછારની રજૂઆત ને ધ્યાને લઈ P MJ Y યોજના કાર્ડ કાઢી આપવામાં આવ્યા.

gujaratjanekta

રોટરી ક્લબ ઓફ સ્માર્ટ સિટી દાહોદ દ્વારા રાત્રિ સિઝન માં ઠંડીના કંબલ-ધાબળા નું સતત 4 દિવસ થી વિતરણ કરવામાં આવ્યું.

gujaratjanekta

કેવડીયા કોલોની સરકારી હાઈસ્કુલના ભુતપુર્વ વિદ્યાર્થીઓનો સ્નેહ મિલન સમારોહ સંમેલન એક્તા ઓડીટોરીયમ ખાતે યોજાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial