Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ફતેપુરા તાલુકાના સુખસર થી ઝાલોદ જતા હાઇવે માર્ગ ઉપર બનાવવામાં આવેલ ખારી નદીના નવીન પુલ ઉપર ભ્રષ્ટાચારના પોપડા ઉખડતા જાનહાનીનો ભય

ફતેપુરા  શબ્બીરભાઈ સુનેલવાલા

એક વર્ષ અગાઉ સુખસર ખાતે હાઇવે માર્ગ ઉપર નવીન પુલ બનાવવામાં આવ્યો હતોસુખસર ગામ માંથી પસાર થતા હાઇવે માર્ગ વચ્ચે બનાવવામાં આવેલ ડીવાઈન્ડરો પણ તૂટવાની શુભ શરૂઆત કરી ચૂક્યા છે!ફતેપુરા તાલુકામાં કેટલાક જાહેર ડામર માર્ગો લાંબા સમયથી મરામતના અભાવે ખાડા ખાબોચિયા યુક્ત બની ચૂક્યા છે.જેના લીધે ગ્રામ્ય વિસ્તારોમાં વાહન ચાલકો વાહન ઉપર બેસી ડિસ્કો કરતા હોય તેવા દ્રશ્યો નજરે પડે છે. અને જેમાં કેટલીક વાર વાહનો સ્લીપ થવાના અને ટુ વ્હીલર જેવા વાહન પાછળ સવાર રોડ ઉપર પટકાવાના બનાવો સામાન્ય થઈ પડ્યા છે.જેથી વાહનોની આવરદા ઘટવાની સાથે વાહન ચાલકો અને તેમાં સવાર લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. તેવી જ રીતે એક વર્ષ અગાઉ સુખસર થી પસાર થતા હાઇવેની મારમત કામગીરી સહિત સુખસર ખારી નદીના પુલ ઉપર નવીન બનાવવામાં આવેલ પુલમાં ખાડા પડતા તથા માર્ગની વચ્ચે બનાવવામાં આવેલ ડીવાઈન્ડર તૂટી જતા કોન્ટ્રાક્ટર અને વહીવટી તંત્ર દ્વારા આચરવામાં આવેલ ભ્રષ્ટાચારની ચાડી ખાતા અટ્ટહાસ્ય કરતા હોય તેવી પ્રતીતિ થઈ રહી છે.

જાણવા મળેલ વિગતો મુજબ ફતેપુરા તાલુકાના સુખસરથી પસાર થતા હાઇવે માર્ગની એક વર્ષ અગાઉ કરોડો રૂપિયાના ખર્ચે નવીનીકરણ કામગીરી કરવામાં આવી હતી.જેમાં સુખસર ખારી નદી ઉપર નવીન પુલ બનાવવામાં આવ્યો હતો.જે પુલ ચોમાસાના પહેલા વરસાદે વહીવટી તંત્ર અને કોન્ટ્રાક્ટરની પોલ છતી કરી દીધી છે.તેમાં સુખસર ગામથી પસાર થતા હાઇવે માર્ગની વચ્ચે ડીવાઈન્ડર બનાવવામાં આવ્યા હતા. આ ડિવાઇન્ડર તૂટી જવા પામ્યા છે.જ્યારે ખારી નદી ઉપર બનાવવામાં આવેલ નવીન પુલ વચ્ચે ખાડા પડી જતાં ભારધારી વાહનો તથા ટુ વ્હીલર વાહનો આ ખાડામાં પડે તો વાહન અકસ્માત થવાનો ભય પણ વધી ગયો છે.જેથી વહેલી તકે આ પુલની મરામત કામગીરી કરવામાં આવે અને તૂટી ગયેલ ડિવાઈન્ડરને નવેસરથી બનાવવામાં આવે તે જરૂરી જણાય છે. અહીંયા જણાવવું જરૂરી છે કે, જ્યારે સુખસર થી પસાર થતાં હાઇવે માર્ગની નવીનીકરણ કામગીરી ચાલુ હતી.તેવા સમયે સ્થાનિક પત્રકારોએ અનેકવાર દૈનિક સમાચાર પત્રોમાં સમાચારો આપી વહીવટી તંત્ર સહિત સ્થાનિક આગેવાનોને વાકેફ કરવાના પ્રયત્નો કર્યા હતા.પરંતુ આ માર્ગની કામગીરી બાબતે સૌ કોઈએ આંખઆડા કાન કર્યા હતા.અને હાલમાં ડિવાઇન્ડર તથા ખારી નદીના પુલને પ્રત્યક્ષ જોતા પરિણામ જોવા મળી રહ્યું છે!

Share

Related posts

વડોદરાની આ બેઠક પર ઉમેદવારોને લઈને ભાજપ-કોંગ્રેસમાં અસમંજ, વડોદરા ચૂંટણી પહેલા ચર્ચામાં

Admin

PM નરેન્દ્રભાઇ મોદીના વરદ હસ્તે ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે ડિફેન્સ એક્સ્પો ખુલ્લો મુકાયો

gujaratjanekta

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ ગાંધીનગર દ્વારા 50 બટુકોનો ભવ્યાતીભવ્ય સમૂહ યજ્ઞનોપવિત કાર્યક્રમ યોજાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial