સંકેત પંડ્યા – એડિટર
ગુજરાતમાં 2002 માં રમખાણોની પીડિતા બિલકિસ બાનોના દોષિતોને સજામુક્ત કરવાની વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટે શુક્રવારે સુનાવણી કરી હતી. પાછલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે બિલકિસ બાનો મામલે રાજ્ય સરકારને નોટિસ જાહેર કરી હતી. સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને બે અઠવાડીયામાં દોષિતોને સજા મુક્ત સાથે જોડાયેલ દસ્તાવેજો રજૂ કરવા જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટમાં આ મામલાની આગામી સુનાવણી ત્રણ અઠવાડીયા બાદ થશે. સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને પણ અરજી પર બે અઠવાડીયામાં જવાબ દાખલ કરવા માટે કહ્યું છે. સુપ્રીમ કોર્ટના આદેશ છતાં સજામુક્ત થયેલા 11 લોકોની અરજીકર્તા તરફથી પક્ષ ન બનાવાને લઈને શુક્રવારે સુનાવણી ટળી ગઈ હતી.
બિલકિસ બાનોએ આ મામલે જણાવ્યું હતુ કે , તેમના અને તેમના પરિવારના સાત લોકો સાથે જોડાયેલ આ કેસમાં આજીવન કારાવાસની સજા કાપી રહેલા 11 દોષિતોને સમય પહેલા મુક્તિથી ન્યાય પર તેમનો વિશ્વાસ ઉઠી ગયો છે. બિલકિસ બાનો સામૂહિક બળત્કાર અને તેમના પરિવારના સાત સભ્યોની હત્યા મામલામાં તમામ દોષિત 11 લોકોને ગુજરાત સરકાર માફી નીતિ અંતર્ગત સજા માફી આપી દીધી હતી. જે બાદ 15 ઓગસ્ટે તેમને ગોધરાની સબ જેલમાંથી મુક્તિ આપવામાં આવી. હવે જોવાનુ એ રહ્યું કે સુપ્રીમ કોર્ટ ના ન્યાયમૂર્તિ સમાન જજ આગામી દિવસોમાં બિલકિસ બાનો ના કેસને લઈ શું ચુકાદો આપશે !!

