Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ જાણવા જેવુ

ભાવનગર જિલ્લા ના ગારિયાધાર તાલુકાના રૂપાવટી ગામના ખેડુત ના વફાદાર બળદો : VIDEO Viral

મુકેશ કંટારીયા –
ગામ થી ત્રણ કિમી વાડી સુધી ગાડું જાય અને સાથે કોઈ હંકારવા સારથી નહીં..

ભાવનગર જિલ્લા ના ગારિયાધાર ‘ તાલુકા નું એક સુંદર ગામ એટલે રૂપાવટી. આ ગામમાં એક ખેડૂત ગોયાણી પરિવાર ના ધીરુ ભાઈ દેવરાજ ભાઈ ગોયાણી વર્ષોથી રહે છે અને તેમના બળદ છેલ્લા બે વર્ષ થી તેમની વાડીએ દરરોજ ૩ કીમી જાય ને આવે છે.

રૂપાવટી થી ગારિયાધાર તરફ આવેલ ખોડિયાર વાડી સુધી દરરોજ વફાદારી પુર્વક માલ સામાન બળદગાડામાં હેરાફેરીનું કામ આ બળદ કરે છે. રોજ રોજ નું આવવા જવાનું 6 કિલોમીટર અંતર પણ કાપે છે આ ગાડા માં વાડીએ થી કેટલીક વસ્તુ ગાડામાં મુકવા માં આવે અને પછી આ ગાડુ રૂપાવટી તરફ રવાના રોજ રોજ ચાલ્યું જાય છે

નવાય ની વાત તો એ છે કે આ ઢોર જે પશુ હોવા છતા આટલુ સમજે છે પણ ક્યારેક માણસ ઘણીવાર સમજદાર નથી બનતો. ત્યારે રસ્તા પર વાહન ચલાવતા સમજદાર માણસોએ હંમેશા સાવધાનીપૂર્વક અને નિયમોથી બંધાઈ વાહન ચલાવવું જોઈએ.

https://youtube.com/shorts/vtDZH54h3qI?feature=share

Share

Related posts

ગુજરાતમાં ચૂંટણીનો રંગ : કામરેજમાં અસમના સીએમ હિમંત બિશવા શર્માએ સભા સંબોધી

gujaratjanekta

દાહોદ ખાતે સાંસદજશવંતસિંહ ભાભોરના અધ્યક્ષ સ્થાને સાંસદ ખેલ મહોત્સવ ૨૦૨૫નું આયોજન કરવામાં આવ્યું હતું.

gujaratjanekta

પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ ફતેપુરા નગરમાં સલાકેશ્વર મહાદેવ મંદિરથી કામેશ્વર મહાદેવ મંદિર સુધી કાવડ યાત્રા કાઢવામાં આવી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial