Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ગોધરાના પિતા પુત્રની જોડી કિહાનખાન અને ફિરોઝખાન રાજયકક્ષાના સિપાહી ગૌરવ એવોર્ડથી અમદાવાદ ખાતે સન્માનિત કરાયા

રિપોર્ટર:-મેહફુઝ હસન :- ગોધરા

અહેવાલ :- અબ્દુલ્લાહ પંજાબી

અખિલ સિપાહી સમાજ ગુજરાત પ્રદેશ દ્વારા રવીન્દ્રનાથ ટાગોર હોલ અમદાવાદ ખાતે સન્માન કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યું હતું. આ સન્માન કાર્યક્રમમાં ગોધરાના નેશનલ રેકોર્ડ હોલ્ડર દસ વર્ષીય કિહાનખાન પઠાણ અને નવરચના શાળાના આચાર્ય અને શ્રેષ્ઠ શિક્ષકના રાષ્ટ્રીય કક્ષાએ દસથી વધુ સન્માન મેળવેલ ફિરોઝખાન પઠાણનું સન્માન કરવામાં આવ્યું છે. 

અમદાવાદ ખાતે કિહાનખાનને નેશનલ રેકોર્ડ અને સૌથી નાના કોરોના યોદ્ધા માટે અને ફિરોઝખાનને વીસ વર્ષની શૈક્ષણિક, સામાજિક અને સાહિત્ય ક્ષેત્રે શ્રેષ્ઠ સેવા માટે પદ્મશ્રી શહાબુદિન રાઠોડ સાહેબના હસ્તે ટ્રોફી, પ્રમાણપત્ર અને બુકે દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે.દ

સ વર્ષીય કિહાનખાનના ફિરોઝખાન પઠાણના નેશનલ રેકોર્ડ અને 200 જેટલા નેશનલ પ્રમાણપત્ર અને સન્માન માટે પદ્મશ્રી અને આવ ભાણા આવ પાઠના લેખક શાહબુદિન રાઠોડ, વજીરખાન પઠાણ અમદાવાદ, અબ્દુલ રશીદ કાજી રાજકોટ, ડો શહેનાજબેન બાબી જેતપુર દ્વારા સ્પેશિયલ સન્માન કરવામાં આવ્યું છે.રાજય લેવલના સન્માન કાર્યક્રમમાં ગોધરાના પુત્ર પિતાની જોડીને એક મંચ પર સન્માન મળેલ હોય એ એક રેકૉર્ડ છે. કિહાનખાને પોતાની માતા અને ફિરોઝખાન પઠાણે પોતાના આ એવોર્ડ શબાનાબાનું ફિરોઝખાનને અર્પણ કર્યું છે.

Share

Related posts

ફતેપુરા માં બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય ખાતે શિવ જયંતિ મહોત્સવ ઉજવાયો

gujaratjanekta

અંગદાન_કાર્યકર્તા_સંમેલન_2024_ ધી ગુજરાત સ્ટેટ કો-ઓપ. બેન્ક લી. (GSC Bank), અમદાવાદ ખાતે…

gujaratjanekta

શ્રીમતી.એમ.સી.દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ પ્રાંતિજ ખાતે “ભારત વિકાસ પ્રતિજ્ઞા” કાર્યક્રમ દ્વારા યોજાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial