સંકેત પંડ્યા – એડિટર
મંતવ્ય ન્યુઝ અને નગરપાલિકા ગોધરાના સંયુક્ત ઉપક્રમે આયોજિત અંગદાન મહાદાન ના ઉમદા ઉદ્દેશ સાથે યોજાયેલી સાયકલોથોન ગોધરા લાલબાગ મેદાનથી શ્રી શૈલેશકુમાર ઠાકર ઉપપ્રમુખ (ગુજરાત પ્રદેશ) અને મધ્યઝોન ઈન્ચાર્જ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું હતું. આ કાર્યક્રમમાં પંચમહાલ જિલ્લાનું રતન ભરતભાઈ બારીઆ (કલાકાર) ,અક્ષયભાઈ પટેલ અને હાલોલ નગરપાલિકાના કોર્પોરેટર મેહુલભાઈ સેવક તેમજ ગોધરાના યુવાનો, વડીલો, ભાઈઓ તથા મોટી સંખ્યામાં બહેનોએ ઉત્સાહથી ભાગ લીધો હતો.


શ્રી શૈલેષભાઈ ઠાકરે જણાવ્યું હતું કે ગુજરાત માં “અંગદાન મહાદાન” અંતર્ગત આ કાર્યક્રમની અસર વધુમાં વધુ લોકો સુધી પહોચે તો ઘણા લોકોને આપણે જીવનદાન આપી શકીશું. હાલોલના કોર્પોરેટર મેહુલભાઈ સેવકે જણાવ્યું હતું કે અંગદાન એ સેવાયગ્ન છે અને સમાજના સહિયારા પ્રયાસો થકી સમાજના વધુમાં વધુ લોકો આ સેવાયગ્નમાં જોડાય તો જ સમાજમાં જાગૃતતા આવશે.

