Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ જાણવા જેવુ ટોપ ન્યૂઝ ધંધાકીય જાહેરાત ધર્મ દર્શન / રાશિફળ સરકારી નોકરી/યોજનાઓ સ્પોર્ટસ

બજેટ મંજૂર: ચાણસ્મા તાલુકા પંચાયતનું 96.36 લાખનું પુરાંતવાળું બજેટ સર્વાનુમતે મંજૂર કરાયું

પાટણએક કલાક પહેલા

કૉપી લિંકઆ વર્ષના બજેટમાં આરોગ્ય શિક્ષણ અને વીજળીકરણને પ્રાધાન્યતા આપવામાં આવ્યું

ચાણસ્મા તાલુકા પંચાયત ખાતે તાલુકા પંચાયતના સવારમાં તાલુકા પંચાયતની સામાન્ય સભા મળી હતી. જેમાં તાલુકા વિકાસ અધિકારી ભાવસાર દ્વારા વર્ષ 2020-21નું સુધારેલું અને 2021-22ના વર્ષનું 96 લાખ 36 હજારનું પુરાંતવાળુ બજેટ રજૂ કરાયુ હતું. બજેટ રજૂ કર્યા પહેલા સૌ તાલુકા સાથે સાથે ચાણસ્મા તાલુકાના ગ્રામીણ વિસ્તારોની વિકાસ સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી અને શું તાલુકા સદસ્ય તેમના વિસ્તારમાં વિકાસના કામોમાં ખૂટતા લાઈટ આંગણવાડી મકાનો ભૂગર્ભ ગટર બ્લોક પિંચિંગ રોડના કામો જેવી જરૂરિયાતો અંગે સામાન્ય સભામાં રજૂઆતો કરાઇ હતી.

આ બજેટમાં આરોગ્ય શિક્ષણ ભૂગર્ભગટર યોજના પીવાના પાણીની સુવિધા મળે તે માટે ખાસ જોગવાઈ અન્વયે આ બજેટમાં સમાવેશ કરી અને સર્વાનુમતે આ બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું.

સામાન્ય સભામાં કારોબારી અધ્યક્ષ બાબુભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ જીતેન્દ્ર સોલંકી, તાલુકા પંચાયતના નેતા જગતસિંહ સોલંકી, તાલુકા પંચાયતના એકાઉન્ટ ગેમર ભાઈ દેસાઈ સહિત તાલુકા સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…

Share

Related posts

પંચશીલ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ગોધરા ખાતે વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો

gujaratjanekta

સરસ્વતી સાધના યોજના હેઠળ ૧ લાખ ૭૦ હજાર સાયકલની ખરીદીમાં ૧૦ કરોડનો ભ્રષ્ટાચાર !!?

gujaratjanekta

લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪ દાહોદમાં દેવગઢ બારીયાની વાય એસ આર્ટ્સ કોલેજ ખાતે સ્વીપની પ્રવૃત્તિ દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial