Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ

જરોદ ખાતે મોતને ભેટનાર અર્જુનની હજારોની મેદની સાથે અંતિમયાત્રા નીકળી

રાજુ છતવાણી – વાઘોડિયા

જરોદ માં આઠમ ની રાત્રે ગરબા દરમિયાન એક જ સમાજના લોકો વચ્ચે ઝઘડો થતાં રાત્રે સમાધાન થયા બાદ બીજા દિવસે સવારમાં માતાજીના જવારા વરાવવાના ટાઇમ પર વહાણવટી માતાજીના મંદિર પાસે 10 જેટલા ઈસમોએ અર્જુનને ઘેરી લીધો હતો અને ગરદા પાટો માર મારી તીક્ષણ હથિયારો વડે હુમલો કરતા ત્યાં હાજર ટોળાએ બૂમાબૂમ કરતા મારનાર ઇસમો ત્યાંથી ભાગી છુટ્યા હતા હાજર રહેલ પરિવાર ના ઇસમો દ્વારા ઘાયલ થયેલ અર્જુનને સારવાર અર્થે રેફરલ હોસ્પિટલ જરોદ ખાતે લઈ જવામાં આવ્યો હતો.

જ્યાં હાજર રહેલ ડોક્ટરે તેઓને મૃત જાહેર કર્યો હતા . આ વાતની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી પરિસ્થિતિને કાબુમાં લઈ લીધી હતી અને ત્યારબાદ ગણતરીના કલાકોમાં જ ભાગી છુટેલા 10 એ 10 ઈસમોને દબોચી લીધા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મોતને ભેટનાર અર્જુનને પીએમ માટે પીએમ રૂમમાં મોકલી દેવામાં આવ્યો હતો. પીએમ થયા બાદ કંઈક કારણોસર રાત્રે મોડું થઈ જતા પરિવારજનોએ તેઓની ડેથ બોડીને વડોદરા કોલ્ડ રૂમમાં મોકલી દીધી હતી અને બીજા દિવસે સવારે મૃતક ની બોડીને પોતાના નિવાસસ્થાને લાવી ત્યાંથી તેની અંતિમયાત્રા કાઢી જરોદ ખાતે આવેલ સ્મશાનમાં લાવી તેના દેહને પંચમહાભૂતમાં વિલિંગ કરવામાં આવ્યો. આ સમયે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેને ધ્યાનમાં લઇ જરોદ પી.આઈ પરમાર તેમજ સ્ટાફ આ યાત્રામાં હાજર રહ્યા હતા.

Share

Related posts

ઝાલોદ ઈશાન હોસ્પિટલની આગળ થી પસાર થતી ગટરો ખુલ્લી : પાલિકા તંત્રની નિષ્ક્રિય કામગીરી જોવા મળી

gujaratjanekta

ફતેપુરા મામલતદાર કચેરી દ્વારા ઘરેલુ ગેસ વપરાશનું બોટલ નો ઉપયોગ કોમર્શિયલમાં ઉપયોગ થતા ઝડપી પાડી આગળ ની કાર્યવાહી હાથ ધરેલ છે

gujaratjanekta

ગુજરાત ઈલેક્શન 2022 : પંચમહાલની આ બેઠક પર પુરુષ કરતા સ્ત્રીઓમાં મતદાની જાગૃતિ વધારે

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial