સોલંકી કિશોરસિંહ
દાહોદના ઐતિહાસિક છાબ તળાવ ખાતે યોગ બોર્ડના ચેરમેન શ્રી શીશપાલ રાજપૂતની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ સભા – સેવા જ્યોતિ યાત્રા યોજાઈ હતી.આ સંકલ્પ સભામાં વર્ચ્યુઅલ માધ્યમથી નીતિન નવીન તથા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને સંબોધ્યા હતા.કાર્યક્રમના પ્રારંભે આદિવાસી લોકનૃત્ય દ્વારા શીશપાલ રાજપૂતનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય બાદ વંદેમાતરમના ગાન સાથે કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો. જિલ્લા પ્રમુખ સ્નેહલ ધરીયા દ્વારા શાબ્દિક સ્વાગત કરાયું હતું.કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.આ પ્રસંગે સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર, જિલ્લા પંચાયત પ્રમુખ ગમાબેન મોહનીયા, જિલ્લા ભાજપ પ્રમુખ સ્નેહલ ધરીયા, દાહોદ ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી, જિલ્લાના ધારાસભ્યશ્રીઓ, જિલ્લા કલેક્ટર શ્રી સુરભી ગૌતમ, દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજા, નાયબ અધિક્ષક ભંડારી સાહેબ તેમજ અધિકારી-પદાધિકારીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

