Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

સેવાના.રંગ, રાષ્ટ્રના સંગ” જિલ્લા કક્ષાની રંગોળી સ્પર્ધામાં દેસાઈવાડા પ્રાથમિક શાળાની શિક્ષિકાઓએ ભાગ લઈ શાળાનું ગૌરવ વધાર્યું.

સોલંકી કિશોરસિંહ,

ગુજરાત સરકારશ્રીના રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તેમજ કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, દાહોદ દ્વારા “સેવાના રંગ, રાષ્ટ્રના સંગ” – રંગોળી સ્પર્ધા 2026નું આયોજન કરવામાં આવ્યું હતું.આ રંગોળી સ્પર્ધામાં દેસાઈવાડા પ્રાથમિક શાળા, દાહોદની શિક્ષિકા બહેનો શ્રીમતી નીલમબેન જાદવ, શ્રીમતી સોનલબેન પરમાર અને શ્રીમતી નીલમબેન માળીએ ઉત્સાહપૂર્વક ઓપન વિભાગમાં ભાગ લીધો હતો.શિક્ષિકા બહેનોએ પોતાની સર્જનાત્મકતા, કલાત્મક કૌશલ્ય અને રાષ્ટ્રભાવનાને રંગોળીના માધ્યમથી સુંદર રીતે રજૂ કરી સ્પર્ધામાં તૃતીય ક્રમ પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું હતું.આ પ્રસંગે દાહોદ જિલ્લાના પ્રાંત અધિકારીશ્રી, મામલતદારશ્રી તથા જિલ્લા શિક્ષણાધિકારીશ્રી દ્વારા શિક્ષિકા બહેનોને સન્માનપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત, તૃતીય ક્રમ પ્રાપ્ત કરવા બદલ ₹7,500નું રોકડ ઇનામ પણ એનાયત કરવામાં આવ્યું હતું.શિક્ષિકા બહેનોની આ સિદ્ધિ બદલ દેસાઈવાડા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી, સમગ્ર શિક્ષકગણ તથા શાળા પરિવાર દ્વારા હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. તેમની આ સિદ્ધિ અન્ય વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે પણ પ્રેરણારૂપ બની છે.દેસાઈવાડા પ્રાથમિક શાળાએ કલાના ક્ષેત્રે મેળવેલી આ ગૌરવપૂર્ણ સિદ્ધિથી સમગ્ર શાળા પરિવાર અને દાહોદ જિલ્લામાં આનંદ અને ગૌરવની લાગણી પ્રસરી છે.

Share

Related posts

આણંદમાં ચૂંટણી દરમિયાન સુરક્ષા વ્યવસ્થા બુથો પર વધારવા માંગ, ગત વખતે થઈ હતી મારામારી

Admin

ઝાલોદ નગરમાં તાલુકા કક્ષાની તિરંગા યાત્રા ધારાસભ્ય મહેશ ભૂરીયાની અધ્યક્ષતામા યોજાઈ

gujaratjanekta

વલસાડ સ્ટેશન નજીક એક્સપ્રેસ ટ્રેનના કોચમાં લાગી ભયાનક આગ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial