Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

આણંદમાં ચૂંટણી દરમિયાન સુરક્ષા વ્યવસ્થા બુથો પર વધારવા માંગ, ગત વખતે થઈ હતી મારામારી

 સંકેત પંડ્યા – એડિટર

રાજ્યમાં કેટલાક સંવેદનશીલ બૂથો છે કે જ્યાં સુરક્ષા વ્યવસ્થાનું ધ્યાન તંત્ર દ્વારા લેવામાં આવી રહ્યું છે. આવતી કાલે પ્રથમ તબક્કાના મતદાન વખતે સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા સઘન કરાઈ રહી છે ત્યારે બીજા તબક્કાનું મતદાન આણંદમાં થવા જઈ રહ્યું છે. આણંદની અંદર 8 બૂથો પર આરપીએફ સહીતની સુરક્ષા વ્યવસ્થાને લઈને માનવ અધિકાર સમિતિ દ્વારા જિલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી છે. 

આણંદના 8 બુથ પર આરપીએફ સાથે વ્યવસ્થા કરવા માંગ કરાઈ છે. આ એટલા માટે કેમ કે, આણંદમાં 2017માં લોટીયા ભાગોળ અને રાજસિનેમા પાસેના મતદાન મથક પર બે રાજકીય પક્ષોના કાર્યકરો વચ્ચે મારામારીની ઘટના બની હતી. 

ત્યારે આગામી 5મી ડિસેમ્બરે યોજાનારી ચૂંટણીમાં મારામારીના બનાવો અટકાવવાના હેતુથી ગુજરાત રાજ્ય માનવ અધિકાર સમિતિ દ્વારા જિલ્લા મેજીસ્ટ્રેટને ફરિયાદ કરી સશસ્ત્ર પોલીસ બંદોબસ્ત ગોઠવી શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજવા રજૂઆત કરવામાં આવી છે.લોટીયા ભાગોળ સહિત અન્ય સંવેદનશીલ બુથ પર પણ સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવશે. આણંદ શહેર જિલ્લામાં5 ડીસેમ્બરે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાય તે માટે કલેકટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. ચૂંટણી દરમિયાન મારામારી જેવી ઘટનાઓમાં વાતાવરણ તંગ ના  બને અને શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પૂર્ણ થાય તે હેતુસર આગોતરા આયોજન હેઠળ આરપીએફ સહિતનો પોલીસ બંદોબસ્ત ગોઠવવા કલેકટર સમક્ષ તેમણે તેમાં ઉલ્લેખ કર્યો છે. 

Share

Related posts

હિંગલા ગામે વરસાદથી અસરગ્રસ્ત પરિવારને ધારાસભ્યના હસ્તે ચાર લાખનો ચેક અર્પણ કરાયો.

gujaratjanekta

ભલાણિયા ગામમાં MGVCL ના મીટર કનેક્શન વગર ખેતરના માલિકે ભૂંડના ત્રાસથી બચવા તારની વાડમાં કરંટ આપતા દાદા અને ભત્રીજાનું મોત !! : જાણો વધુ

gujaratjanekta

રાષ્ટ્રીય સ્વયસેવક સંઘ દાહોદ જિલ્લા દ્વારા વજ્ર શકિત સગમ અને પથ સંચલનનું આયોજન કરવામાં આવ્યું.

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial