દાહોદ
વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે સમગ્ર દેશમાં વિવિધ સેવાકીય કાર્યોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, ત્યારે લીમખેડા ચારભૂજા હોસ્પિટલ ખાતે પણ ઉજવણીનો એક સુંદર સેવાકીય અભિગમ જોવા મળ્યો. લીમખેડાની માય બ્લડ સેન્ટર ચારભુજા હોસ્પિટલ ખાતે એક વિશાળ રક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.વડાપ્રધાન મોદીના પોસ્ટર સાથે રક્તદાન કેમ્પનું બેનર.”રક્તદાન એ જ મહાદાન” ના સૂત્રને ચરિતાર્થ કરતા આ કેમ્પમાં સ્થાનિક રહીશો, યુવાનો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વડાપ્રધાનના દીર્ઘાયુ અને સ્વસ્થ જીવનની પ્રાથમિકતા સાથે લોકોએ સ્વૈચ્છિક રીતે રક્તદાન કરીને સમાજ પ્રત્યે પોતાની શ્રદ્ધા અને જવાબદારી વ્યક્ત કરી હતી. રક્તદાતાઓનો ઉત્સાહ વધારવા માટે આયોજકો દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના 76મા જન્મદિવસ નિમિત્તે લીમખેડાની માય બ્લડ સેન્ટર દ્વારા રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો છે. મોદીજી હંમેશા સેવા પખવાડિયા થકી દેશવાસીઓની સેવા કરવાનો સંદેશ આપે છે. આ લોહી જરૂરિયાતમંદ દર્દીઓ અને થેલેસેમિયા પીડિત બાળકોના કામમાં આવશે, જે જ સાચી ઉજવણી છે.”માય બ્લડ સેન્ટર ખાતે યોજાયેલા આ કેમ્પમાં મોટી સંખ્યામાં બ્લડ યુનિટ એકત્રિત કરવામાં આવ્યા હતા. આયોજકો દ્વારા આજના પવિત્ર દિવસે રક્તદાન કરનાર તમામ દાતાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

