Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

કિશ્તવાડમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે ભારે અથડામણ, સેનાએ હાથ ધર્યું ઓપરેશન ત્રાશી-1 – જુઓ Video

 પ્રાપ્ત માહિતી પ્રમાણે કાશ્મીરમાં ફરી વખત સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થયું છે. રવિવારે એટલે 18 જાન્યુઆરીના રોજ બપોરે જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થયું હતુ. અથડામણમાં 8 જવાન ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટના કિશ્તવાડના ઉપરના ભાગમાં આવેલા જંગલ વિસ્તાર સોનારમાં બની હતી. સેનાના વ્હાઇટ નાઈટ કોર્પ્સ દ્વારા હાથ ધરવામાં આવેલ ઓપરેશન ત્રાશી-1, હજુ પણ આતંકવાદીઓ સામે ચાલુ છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ આતંકવાદીઓ જૈશ-એ-મોહમ્મદના હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સેનાના અધિકારીઓ માને છે કે ત્રણ સૈનિકોને સારવાર માટે એરલિફ્ટ કરવામાં આવ્યા.

સેનાના 8 જવાનો ઈજાગ્રસ્ત

સેનાના અધિકારીઓએ જણાવ્યું હતું કે રવિવારે જમ્મુ અને કાશ્મીરના ઉપરના ભાગમાં આવેલા એક દૂરના જંગલ વિસ્તારમાં આતંકવાદીઓ સાથેના અથડામણમાં આઠ સૈન્ય સૈનિકો ઘાયલ થયા હતા. ગોળીબાર શાંત થાય તે પહેલાં ઘણા કલાકો સુધી ભારે અથડામણ ચાલુ રહ્યું હતુ.

https://x.com/ANI/status/2013101436825895118?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2013101436825895118%7Ctwgr%5E645905cb4e10d72263e8ecd5d871a5736a4775b5%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.gujaratfirst.com%2Fnational%2Fkishtwar-encounter-8-indian-army-soldiers-injured-as-operation-trashi-1-continues%2F267382%2F

વર્ષનો ત્રીજો એન્કાઉન્ટર

જમ્મુ અને કાશ્મીરમાં આ પ્રકારનો ત્રીજો એન્કાઉન્ટર છે, જે ફક્ત 20 દિવસમાં થયો છે. આનો અર્થ એ થયો કે વર્ષ 2026 દરમિયાન સેના અને આતંકવાદીઓ ત્રણ વખત અથડાયા છે. પહેલું એન્કાઉન્ટર 7 અને 13 જાન્યુઆરીએ કઠુઆ જિલ્લાના બિલ્લાવર વિસ્તારના કહોગ અને નજોટે જંગલોમાં થયું હતું. ગયા વર્ષે 15 ડિસેમ્બરે ઉધમપુર જિલ્લાના માજલતા વિસ્તારના સોન ગામમાં આતંકવાદીઓ સાથેની એન્કાઉન્ટરમાં એક પોલીસ અધિકારી શહીદ થયા હતા!!

Share

Related posts

ફતેપુરા તાલુકામાં સરસ્વતી સાધના યોજના હેઠળ કન્યાઓને અપાતી સાયકલો વિતરણ નહીં કરાતાં ભંગાર હાલતમાં

gujaratjanekta

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ફતેપુરા ઘટક-૨ ના આંગણવાડી કેન્દ્ર ” સાગડાપાડા ૨ ” ખાતે પોષણ માહની ઉજવણી કરાઈ

gujaratjanekta

કરોડોના ભ્રષ્ટાચારને પગલે ગાંધીનગરથી આયો રેલો : મહીસાગર વાસ્મોમાં કામ કરનાર 27 કોન્ટ્રાક્ટરો થયા બ્લેક લિસ્ટેડ – જાણો વધુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial