Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

મધ્યપ્રદેશના હલકી મનોવૃત્તિના IAS અધિકારી સંતોષ વર્માના બ્રહ્મસમાજ વિરુધ્ધના બોલાયેલા હલકટ શબ્દો સામે ગુજરાત બ્રાહ્મણ સમાજ વતી આકરો રોષ વ્યક્ત કરતા સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજના પ્રમુખ શૈલેશ ઠાકર – જાણો વધુ

સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના પ્રમુખશ્રી શૈલેશભાઈ ઠાકર દ્વારા એક વિડિઓ મારફતે જણાવવામાં આવ્યુ કે હલકી મનોવૃત્તિ ધરાવતા મધ્યપ્રદેશના IAS અધિકારી સંતોષ વર્માએ બ્રહ્મસમાજ વિરુધ્ધ જે નિમ્ન કક્ષાના શબ્દોનો પ્રયોગ કર્યો છે તે કોઈ પણ સમાજના વ્યક્તિ માટે શોભાસ્પદ નથી. એટલુ જ નહિ આવા હલકા શબ્દોનો ઉચ્ચાર કરીને આવા લોકો તેમના પોતાના સમાજને જ નીચા જોવા પણું કરી રહ્યા છે.

સમગ્ર ગુજરાતના બ્રાહ્મણોમાં આ અંગે ખુબજ આક્રોશ ભભૂકી ઉઠ્યો છે અને આ વ્યક્તિ પર કાયદાનો અભ્યાસ કરી ટુંક સમયમાં પોલીસ ફરિયાદ દાખલ કરવી, તેને નોકરીમાંથી રુક્સદ મળે તે અંગે મધ્યપ્રદેશ સરકારને ધ્યાને લેવા જણાવ્યુ હતું. આ ઉપરાંત દરેક જીલ્લા અને તાલુકા કક્ષાએ આવેદન પત્રો આપવા અને ગુજરાત સરકારને પણ આ અંગે કાર્યવાહી કરી યોગ્ય કાયદેસર પગલા ભરવામાં આવે તેમ જણાવ્યું હતું. 

સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના પ્રમુખશ્રી શૈલેષભાઇ ઠાકર દ્વારા આ IAS અધિકારીની જ્ઞાતિ ના આગેવાનો, વડીલો અને બૌધિક લોકો આવા હલકી મનોવૃત્તિના માણસોને પ્રોત્સાહન ના આપતા તેમણે પણ વખોડવું જોઈએ અને સમાજ – સમાજ વચ્ચેનો વર્ગ વિગ્રહ ઉભો કરતા આવા નિવેદનો આચરનાર દુરાચારીઓને પોતાના સમાજથી દુર કરવા જોઈએ.

આજના બ્રાહ્મણો કોઈ પણ પ્રકારના વર્ગ – વિગ્રહો ઉભા થાય કે કોઈ સમાજ નારાજ થાય તેવા પ્રકારના કાર્યોથી બહુજ દુર છે, તે પણ આજની નવી પેઢીના આ અધિકારીના સમાજના લોકોએ ધ્યાને લેવું જોઈએ અને આવી બાબતોથી અલગ એક બીજાને મદદરૂપ થઇ પોત – પોતાના સમાજનું ઉત્થાન થાય તેવા પ્રયત્નો કરવા જોઈએ.

Share

Related posts

વાઘોડિયા પ્રા. કન્યાશાળા નં. 3 નું ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના હસ્તે ખાતમુહ્રત : 7 ઓરડાવાળી આધુનિક શાળાની મંજુરી અપાઈ – જુઓ VIDEO

gujaratjanekta

મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષ સ્થાને સંતરામપુર પ્રતાપપુરા ગ્રાઉન્ડ ખાતે રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૩ યોજાયો

gujaratjanekta

કોંગ્રેસનો અત્યાર સુધીનો શરમજનક દેખાવ, સાંજે ભાજપ કાર્યાલય ખાતે પીએમ કરશે સંબોધન

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial