Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

ડભોઈ વિધાનસભા ક્ષેત્રમાં ‘સરદાર@૧૫૦ : યુનિટી માર્ચ’ અંતર્ગત એકતા પદયાત્રા યોજાઈ

સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની ૧૫૦મી જન્મજયંતીની ઊજવણીના ભાગરૂપે આજે ડભોઈ વિધાનસભા વિસ્તારમાં સવારે ‘સરદાર@૧૫૦ : યુનિટી માર્ચ’ યોજાઈ હતી. ડભોઈના ધારાસભ્યશ્રી શૈલેષભાઈ મહેતા અને અન્ય અગ્રણીઓએ આ એકતા પદયાત્રાની આગેવાની કરી હતી.

ડભોઈના ધારાસભ્ય શ્રી શૈલેષ મહેતા અને અન્ય મહાનુભાવો દ્વારા થરવાસા પ્રાથમિક શાળા ખાતેથી પદયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. યાત્રાના પ્રારંભ પૂર્વે મહાનુભાવોએ સરદાર વલ્લભભાઈ પટેલના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ધારાસભ્ય શ્રી શૈલેષ મહેતાના નેતૃત્વ હેઠળ, આ પદયાત્રા થરવાસાથી મોટી હબીબપુરા સુધી આગળ વધી હતી, જેમાં સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા સ્થાપિત એકતા, અખંડિતતા અને રાષ્ટ્ર સેવાના આદર્શોને જન-જન સુધી પહોંચાડવામાં આવ્યા હતા. પદયાત્રાના માર્ગ પર સામાજિક સૌહાર્દ અને રાષ્ટ્રનિર્માણમાં સામૂહિક જવાબદારીના મહત્વ પર ભાર મૂકતા સંદેશાઓનું પ્રસારણ કરવામાં આવ્યું હતું.

આ પદયાત્રાને કારણે સમગ્ર મતવિસ્તારમાં એક જીવંત વાતાવરણનું નિર્માણ થયું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો અને બાળકો ભારતના લોહપુરુષને શ્રદ્ધાંજલિ આપવા માટે જોડાયા હતા. મોટી હબીબપુરા ખાતે ધારાસભ્ય શ્રી શૈલેષ મહેતા અને મહાનુભાવો દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. સાથે જ, ‘એક પેડ મા કે નામ’ પહેલ અંતર્ગત વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે, શાળાના મેદાનમાં આયોજિત ગ્રામસભામાં વિદ્યાર્થીઓએ ‘સ્વદેશી અપનાવો’ અને ‘ઓપરેશન સિંદૂર’ થીમ પર પ્રેરક કૃતિઓ રજૂ કરી હતી. ધારાસભ્ય શ્રી શૈલેષ મહેતાએ પોતાના ઉદ્બોધનમાં સરદાર વલ્લભભાઈ પટેલ, ભગવાન બિરસા મુંડા અને વંદે માતરમના ૧૫૦ વર્ષની ઉજવણી પર ભાર મૂક્યો હતો. તેમણે આ મહાનુભાવોના જીવનમાંથી શીખ લઈને સ્થાનિક ઉત્પાદકોને લાભ મળે તે હેતુસર સ્થાનિક અને સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગને પ્રોત્સાહન આપવા સૌને અનુરોધ કર્યો હતો. અંતમાં, ઉપસ્થિત સર્વેએ સ્વદેશી ઉત્પાદનોનો ઉપયોગ કરવાનો સામૂહિક સંકલ્પ લીધો હતો.

આ કાર્યક્રમમાં વડોદરા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખશ્રી અશ્વિન વકીલ, આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી રાજેશ પટેલ, તાલુકા તંત્રના અધિકારીઓ-કર્મચારીઓ, અગ્રણીઓ, પદાધિકારીઓ, બાળકો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Share

Related posts

લોનધારકો માટે રાહતના સમાચાર, RBI દ્વારા રેપો રેટમાં કોઇ જ વધારો નહીં

gujaratjanekta

અમદાવાદમાં પીએમ મોદી પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ કરાવશે, હેલિકોપ્ટરથી થશે પુષ્પવર્ષા, જાણો આજની તૈયારી

gujaratjanekta

ભગવાન બિરસા મુંડાજી ની ૧૫૦ મી જન્મ જયંતિ નિમિત્તે આદિવાસી યુવાન યુવતી માટે ઉધોગ વિકાસ એક દિવસીય સેમિનાર યોજાયો.

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial