Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા આંતરિક રસ્તાઓ ઉપર પેચવર્ક કરાયું

વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના લોકોને સુરક્ષિત, સરળ અને આરામદાયક મુસાફરી સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્ય સાથે માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા રોડ પેચવર્ક તથા કાચા રસ્તામાંથી ડામર રોડ બનાવવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. માર્ગોની સપાટી પર ડામર પેચવર્ક કરી રાહદારીઓ અને વાહનચાલકોને અનુકૂળ બનાવવા માટે મશીનરીઝ અને માનવબળ સાથે માર્ગ અને મકાન વિભાગની ટીમો જોડાઈ હતી.

રાજ્યમાં થોડા દિવસો પહેલા અસાધારણ કમોસમી વરસાદ પડવાના કારણે વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા કેટલાક માર્ગોમાં માઈનોર સરફેસ ડેમેજ તથા પેચિંગની જરૂરિયાત ઉભી થઈ હતી. તેને ધ્યાને લઇ માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા આવા માર્ગોને યુદ્ધના ધોરણે રિપેર કરવામાં આવી રહ્યા છે.

 

વડોદરા જિલ્લા પંચાયત હસ્તકના માર્ગો પર નવીન સપાટી (કાચાથી ડામર), રિસર્ફેસિંગ અને રિપેરિંગની કામગીરી ચોમાસા બાદ પણ સતત ચાલુ છે. જિલ્લા પંચાયત હસ્તકના વિવિધ ડીએલપી-નોન ડીએલપી રસ્તા પર મેટલ પેચ-ડામર પેચની કામગીરી ચાલી રહી છે. કુલ ૧૦૬૪ રસ્તાની ૨૬૧૫ કિલોમીટર લંબાઈ પૈકી જરૂરિયાત મુજબ કુલ ૩૯૮૮ ટન વેટમિક્સ પેચ, ૧૨૮૫ ટન મેટલ પેચ તેમજ ૧૩૯૩ ટન રબલની કામગીરી અત્યાર સુધી કરવામાં આવી છે. આ કામગીરી માટે કુલ ૧૭ જેસીબી, પાંચ રોલર, ૩૨ ડમ્પર, ૧૩ ટ્રેક્ટર અને ૧૮૮ શ્રમિકો સહિત સાધનો અને માનવબળનો ઉપયોગ કરી માર્ગોનું સમારકામ કરવામાં આવ્યું છે. 

Share

Related posts

ઝાલોદ તાલુક પંચાયત ની મનરેગા શાખા મા એસીબી ની સફળ ટ્રેપ

gujaratjanekta

પંચમહાલ જિલ્લા કલેકટર તરીકે પદભાર સંભાળતાં શ્રી અજય દહિયા

gujaratjanekta

ગોધરાના ઈદગાહ મોહલ્લામાં MGVCL ના કર્મીઓ સાથે સ્થાનિક રહીશોએ કરી બબાલ !!

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial