Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ગુરુ ગોવિંદ લીમડી તાલુકામાં તલાટી મંડળની નવી કારોબારી રચાઈ

ઝાલોદમાંથી છૂટા પડેલા લીમડી તાલુકાના 70 ગ્રામ પંચાયતોનો સમાવેશ — બચુભાઈ વસૈયા પ્રમુખ તરીકે સર્વાનુમતે ચૂંટાયારાજ્ય સરકાર દ્વારા ઝાલોદ તાલુકામાંથી નવો ગુરુ ગોવિંદ લીમડી તાલુકો રચાયા બાદ, હવે લીમડી તાલુકાના તલાટી કમ મંત્રીઓ માટે અલગ તલાટી મંડળની રચના કરવામાં આવી છે.આ નવા મંડળમાં કુલ 59 ગ્રામ પંચાયતોના તલાટીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. મધ્યાહન ભોજન પ્રમુખની ચૂંટણી બાદ યોજાયેલી બેઠકમાં તલાટી મંડળની નવી કારોબારીની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.

કારોબારીની રચના મુજબ —
🔹 પ્રમુખ: શ્રી બચુભાઈ વસૈયા
🔹 ઉપપ્રમુખ: શ્રી નીલાબેન વસૈયા
🔹 મહામંત્રી: શ્રી કિરણભાઈ મછાર

બધાની બિનહરીફ વરણી કરવામાં આવી હતી.વરણી પ્રસંગે ઝાલોદ તલાટી મંડળના પ્રમુખ શ્રી સુભાષ મકવાણા, તેમજ ઝાલોદ અને લીમડી તાલુકાના મોટી સંખ્યામાં તલાટીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત સૌએ નવનિયુક્ત ટીમને અભિનંદન પાઠવી શુભકામનાઓ આપી હતી.નવનિયુક્ત પ્રમુખ શ્રી બચુભાઈ વસૈયાએ જણાવ્યું હતું કે સંગઠનને મજબૂત બનાવવું, તલાટીઓના પ્રશ્નોનું નિરાકરણ લાવવું અને હિતરક્ષા માટે એકજૂટ થઈ કાર્ય કરવાનું પ્રાથમિક ધ્યેય રહેશે. તેમણે તલાટીઓને વિશ્વાસ આપ્યો કે સંગઠન હંમેશા તેમની સાથે ઉભું રહેશે.ઝાલોદ તલાટી મંડળમાંથી છૂટા પડીને લીમડી તાલુકામાં નવા મંડળની રચના થવાથી તાલુકાના તલાટીઓમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે. તલાટીઓએ વ્યક્ત કર્યું કે હવે પોતાના તાલુકા સંબંધિત પ્રશ્નોને વધુ અસરકારક રીતે રજૂ કરી શકાશે.

Share

Related posts

ડભોઈ તાલુકાના કાયાવરોહણ ગામમાં કોન્ટ્રાક્ટરની બેદરકારી : પશુ દવાખાનાનું કામ અધવચ્ચે બંધ કરતા લોકોના હાલ બેહાલ

gujaratjanekta

સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતીના ઉપલક્ષ્યમાં સંતરામપુરમાં ભવ્ય “@૧૫૦ યુનિટી માર્ચ” એકતા યાત્રા યોજાઈ

gujaratjanekta

અમદાવાદથી CBI દ્વારા ઝડપાયેલો પાકિસ્તાની જાસુસ ત્યાંની ઈન્ટેલિજન્ટ એજન્સી સાથે કોડ વર્ડમાં કરતો હતો ચેટ, 11 દિવસના રીમાન્ડ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial