Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ તાલુકાના મહુડી ગામે વાડ વગરના કૂવામાં પડતાં બાળકનું મોત

પંકજ પંડિત

ઝાલોદ તાલુકાના મહુડી ગામના સ્ટેશન ફળિયામાં રહેતા અંદાજીત આઠ થી દસ વર્ષનો પ્રિન્સ મહેશ ગરાસિયા ઘરે થી બહાર ગયેલ હતો. લાંબો સમય થઈ ગયા બાદ પણ પ્રિન્સ ઘરે ન આવતા પરિવારજનો ચિંતાગ્રસ્ત બનેલ હતા અને આજુબાજુના વિસ્તારમાં બાળકની શોધખોળ આદરી હતી ત્યારે ગામના એક વ્યક્તિ દ્વારા માહિતી મળેલ હતી કે ઢેફાં તળાઈ ફળિયામા જ્યાં તેઓનું ખેતર આવેલ છે જે તેઓના ઘરે થી અંદાજીત 500 મીટર દૂર છે ત્યાં કૂવા પાસે કપડા પડેલ હતા ત્યાં જઈ પરિવારજનો એ જોતાં તેમના બાળક પ્રિન્સના કપડા હોવાનું જાણવા મળેલ હતું. આ કૂવાની આજુબાજુ કોઈ વાડ કરેલ નથી તેવું પણ જાણવા મળેલ છે. આ કૂવામાં બાળક ન્હાવા ઉતર્યો હતો કે શું તે તપાસનો વિષય છે આ કૂવા માથી પ્રિન્સ મૃત હાલતમાં મળતા તાત્કાલિક પોલીસ સ્ટેશનમા સંપર્ક કરવામાં આવેલ હતો. મૃતક બાળકને પી.એમ માટે સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવેલ હતો. બાળકનુ મરણ કેવી રીતે થયું તે સંદર્ભે આગળની તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ છે.

Share

Related posts

ગ્રાન્ટેડ શાળાના વર્ગના 4 ના કર્મચારીઓની વર્ગ 3 માં બઢતી

gujaratjanekta

સરકારી ઇજનેરી કોલેજ, દાહોદના વિદ્યાર્થીઓ દ્વારા દાહોદ નગર પાલિકા ફાયર સ્ટેશનની મુલાકાત

gujaratjanekta

ઝાલોદ પોલિસ દ્વારા તેરા તુઝકો અર્પણ અંતર્ગત ત્રણ વ્યક્તિઓને ખોવાયેલ મોબાઇલ પરત આપ્યા

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial